ઓગણજના ખોડિયાર ફાર્મમાં ચાલતા હુક્કાબાર પર દરોડા : સંચાલકની ધરપકડ

0
8

૭ ફ્લેવર સહિત ૧૪ હુક્કા જપ્ત
અમદાવાદ,તા.૬
શહેરના છેવાડે આવેલા ઓગણજ ગામ નજીકના ખોડિયાર ફાર્મમાં ગઈ કાલે રાત્રે સોલા પોલીસે દરોડો પાડી હુક્કાબાર ઝડપી પાડ્યો હતો. પોલીસે હુક્કાબાર ચલાવતા યુવકની ધરપકડ કરી અલગ અલગ ફ્લેવરના ૧૪ હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ સોલા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમી મળી હતી કે ઓગણજ ગામથી લપકામણ ગામ તરફ જતાં આવતાં ખોડિયાર ફાર્મમાં ૩૬૫ સોલ્યુશન નામથી હુક્કાબાર ચાલી રહ્યો છે. તેના આધારે ડી સ્ટાફની ટીમે હુક્કાબાર પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસને અલગ અલગ ફ્લેવરના હુક્કા માટેના ૧૪ અલગ અલગ ડબા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાયન્સ સિટી રોડ પર આવેલા સુપર બંગલોઝમાં રહેતો શશાંક ગોલાપસિંગ કોઠારી આ હુક્કાબાર ચલાવતો હતો.
પોલીસના દરોડા દરમિયાન કેટલાંક યુવક-યુવતીઓ હુક્કા પીતાં પણ મળી આવ્યાં હતાં. પોલીસે હુક્કાબાર ચલાવતા શશાંક કોઠારીની વિરુદ્ધ સિગારેટ અને તમાકુ ઉત્પાદન નિયંત્રણ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી શશાંક કેટલાક સમયથી હુક્કાબાર ચલાવતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY