મુંબઈ,તા.૧૯
આરટીઆઈ અંતર્ગત કાયદો બદલવાનો પ્રયાસ જેથી આ કાયદો બેકાર બની જશે
કોંગ્રેસ અધ્યક્ષ રાઈટ ટુ ઇન્ફોર્મેશન વિધેયકમાં પ્રસ્તાવિત સુધારાની આલોચનાં કરતા મોદી સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લોકોને આરટીઆઈ કાયદાને બચાવવાની અપીલ કરી છે. આરટીઆઈ અંતર્ગત બદલાવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના લીધે આ કાયદો બેકાર બની જશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે” દરેક ભારતીયને સચ્ચાઈ જાણવાનો અધિકાર છે. ભાજપના લોકોને સત્ય છુપાવવામાં ભરોસો છે.તેમજ સત્તામાં હોય તેમને કોઈ પણ વ્યકિત સવાલ ના પૂછવા જાઈએ. આરટીઆઈમાં જે રીતે બદલાવ કરવામાં આવી રહ્યો છે તેનાથી કાયદો બેકાર થઈ જશે. દરેક ભારતીયોએ તેના બદલાવનો વિરોધ કરવો જાઈએ.
કેન્દ્ર સરકારે બુધવારે સુચના અધિકાર અધિનિયમ (૨૦૦૫ ) અંતર્ગત સુધારા માટેના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જેને સરકાર રાજયસભામાં રજુ કરશે. સરકારે આરટીઆઈ અધિનિયમમાં ૩ સેક્શનમાં સંશોધનનો પ્રસ્તાવ મુક્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



