યહુદી દેશ બન્યો ઈઝરાયલ,અરબ સાંસદોએ આ કાયદાનો વિરોધ કર્યો

0
46

જેરુસલેમ,તા.૧૯

યહુદી દેશ તરીકે ઓળખાતું બિલ ઈઝરાયેલી સંસદમાં પસાર

ઈઝરાયલની સંસદમાં ગુરુવારે વિવાદાસ્પદ બિલ પસાર થયું છે, જે આ દેશને યહુદી દેશ તરીકે ઓળખવશે. આ બિલ પસાર થયા બાદ હવે અરબ નાગરિકો સાથે ભેદભાવની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યહુદી રાષ્ટ્રીય દરજ્જા બિલે અરબીને સત્તાવાર ભાષાથી દૂર કરી અને કહ્યું કે યહુદી વસ્તીનો વિસ્તાર રાષ્ટ્રીયહિતમાં છે. તેમ પણ કહેવામાં આવ્યું છે કે જેરુસ્લેમ તેની રાજધાની છે.
ઇઝરાયલના અરબ સાંસદોએ કાયદાની ટીકા કરી પરંતુ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેને નિર્ધારક ક્ષણ બતાવતા તેના વખાણ કર્યાં. અરબ અને ફિલિસ્તીનિઓએ આ કાયદાને નસ્લવાદી ભાવનાથી પ્રેરિત ગણાવ્યો અને કહ્યું કે સંસદમાં હંગામીપૂર્ણ ચર્ચા બાદ આ બીલ પસાર થવા પર રંગભેદ કાયદેસર થઇ ગયો છે. જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ બીલ પસાર થવા પર કહ્યું કે, આ દેશના ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ છે. જેનાથી અમારી ભાષા, અમારું રાષ્ટ્રગાન અને અમારા રાષ્ટ્રધ્વજને સુવર્ણ અક્ષરોમાં નોંધવામાં આવ્યું છે.
બિલમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયલ યહૂદી લોકોની ઐતિહાસિક માતૃભૂમિ છે અને અહીં તેમની પાસે રાષ્ટ્રીય આત્મનિર્ભરતાનો પૂર્ણ અધિકાર છે. આ બીલના સમર્થનમાં ૬૨ અને વિરોધમાં ૫૫ મત પડ્યા. આ બીલ પસાર થયા બાદ હિબ્રુ દેશની રાષ્ટ્રીય ભાષા બની છે.
(જી.એન.એસ)

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY