હોલિવૂડ એક્ટર લિયોનાર્ડો કેપ્રિયોએ ૭૦૦ કરોડનું દાન કર્યુ..!!

0
8

લોંસ એંજલ્સ,તા.૨૩
હોલિવૂડના ઓસ્કાર અવોર્ડ વિજેતા એક્ટર લિયોનાર્ડો કેપ્રિયો લાંબા સમયથી ક્લાઇમેટ ચેન્જના ફિલ્ડમાં કામ કરી રહ્યો છે. તેણે આ ક્ષેત્રમાં કામ કરવા માટે પોતાના ફાઉન્ડેશન મારફત લગભગ ૭૦૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લિયોનાર્ડો ઇસેપ્શન, ટાઇટેનિક તેમજ ધ રૈવેનેંટ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકવ્યો છે. તે ભારતમાં પણ બહુ લોકપ્રિય છે.
લિયોનાર્ડોએ પોતાના ફાઉન્ડેશન મારફતે લગભગ ૭૦૦ કરોડ રૂપિયાની રકમ દાન કરી છે. આ રકમ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે લડવામાં વાપરવામાં આવશે.
નોંધનીય છે કે હોલિવૂડ અભિનેતા લિયોનાર્ડોએ તાજેતરમાં ફૂટવેર કંપની ‘ઓલબડ્‌ર્સ’માં રોકાણ કર્યું છે. તેનાથી લાંબા સમય સુધી અને પર્યાવરણ માટે અનુકૂળ ફેશનનું ચલણ લોકોની વચ્ચે વધવામાં મદદ મળશે. પીપલ્સ ડોટ કોમ અનુસાર પર્યાવરણ માટે જાગૃત અભિનેતા જળવાયુ અને પર્યાવરણીય પરિવર્તન સામે યુદ્ધમાં સક્રિય છે અને હવે તેઓ પર્યાવરણને અનુકૂળ ફૂટવેર કંપનીમાં રોકાણ કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY