ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ટોફથી સુનામીનો કહેરઃ ૧૬૮નાં મોત, ૬૦૦થી વધુ ઘાયલ

0
19

સુનામીથી દરિયામાં સ્ટીલના છાપરા, લાકડા, કાટમાળ વગેરે તણાઈ આવ્યું
જાકાર્તા,તા.૨૩
ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ સુંદા ખાડીમાં સુનામીએ કહેર વર્તાવતા અત્યાર સુધીમાં ૧૬૮ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. શનિવારે રાત્રે એકાએક સુનામી ત્રાટકતા પ્રવાસી ટાપુ ખાતે મોટાપાયે હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દક્ષિણ સુમાત્રા ખાતે સુનામીના કહેરમાં હજારો બિલ્ડિંગોને નુકસાન થયું છે. જ્વાળામુખી ફાટ્યા બાદ જમીનના પેટાળમાં ભૂસ્ખલન થયું હતું જેને પગલે સમુદ્રમાં સુનામી સર્જાતા ઊંચા મોજા ઉઠ્યા હતા. બચાવ અને રાહત ટુકડીઓએ તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરી હતી. સુનામીને પગલે ૬૦૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
કારિટા બીચ પ્રવાસીઓ માટે અત્યંત લોકપ્રિય સ્થળ છે અને આ સ્થળે સુનામીના ઊંચા મોજા સાથે સ્ટીલની છતો, લાકડા તેમજ અન્ય કાટમાળ ઘસી આવતા સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કેટલાક સ્થળે ઝાડ ઉખડી ગયા હોવાનું પણ જણાયું હતું. સુનામીના પગલે ઠેર ઠેર કાટમાળ વેરાયેલો પડ્યો હતો. વીજપોલ ઉખડી ગયા હોવાથી સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો છે.
સત્તાધીશોના મતે ન્યૂ મૂન (પૂનમ)ને પગલે દરિયમાં ભરતી હોવાથી તેમજ જાવા અને સુમાત્રા વચ્ચે આવેલી સુંદા ખાડીમાં જ્વાળામુખી બાદ જમીનના પેટાળમાં હલચલથી સુનામી ઉઠી હતી. જ્વાળામુખી અને ભૂસ્ખલન એકસાથે સર્જાતા દરિયામાં સુનામી ઉઠી હોવાનું માનવામાં આવે છે તેમ છતા ઈન્ડોનેશિયાની જીઓલોજિકલ એજન્સી સુનામીનું સાચું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY