ઘરમાં દારૂ મુકવાની ના પાડતા પાડોશીઓએ માતા-પુત્રીને ઝેર પીવડાવ્યું

0
14

સુરત,તા.૨૨
સુરતના ભેસ્તાન આવાસમાં માતા-પુત્રીને ગુરુવારે રાત્રે પડોશીઓએ ઝેર પીવડાવી દેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે બેસ્તાનમાં આવાસમાં રહેતી ૪૦ વર્ષીય રૂક્સાના રમજાન શેખ અને તેણીની ૨૩ વર્ષીય પુત્રી શબનમ ખાનને રાત્રે ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાઇ હતી. તબીબો સમક્ષ બંનેએ પડોશમાં રહેતા અબ્દુલ અજીજ અને અલી નામના યુવાનોએ ઝેર પીવડાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે તબીબોએ તાત્કાલિક સિવિલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી. ત્યારબાદ આ મામલે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી.
રૂક્સાનાએ આક્ષેપ કર્યો હતો કે, પડોશી દારૂનો ધંધો કરે છે. તેમના ઘરમાં દારૂનો જથઅથો મૂકવા માટે દબાણ કરે છે. જેને લઇ તેમની વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પડોશીઓએ બળજબરી ઝેર પીવડાવી દીધું હતું. જ્યારે આ મામલે ડિંડોલી પોલીસ મથકના પીએસઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, પીડિત માતા-પુત્રીનો પડોશીઓ સાથે જૂની અદાવત છે.
પરંતુ તેમને દારૂ મૂકવા બાબતની કોઇ ફરિયાદ કરી નથી. તેમને ઝેર પીવડાવાયું છે કે પછી બીજા કોઇ પ્રવાહી પીવડાવાયું છે તે તપાસ પછી ખબર પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY