ભારતની આઠમી વનડે મેચ ટાઇમાં પરિણમી છે એશિયા કપ : ભારત-અફઘાન રોમાંચક મેચ આખરે ટાઇ રહી ભારતીય ટીમ પાંચ ફેરફારની સાથે મેદાનમાં ઉતરી હતી ધોનીના નેતૃત્વમાં ટીમની આઠ પૈકી પાંચ મેચો ટાઇ રહી

0
14

દુબઇ,તા. ૨૬
એશિયા કપ ક્રિકેટની સુપર ચાર રાઉન્ડની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયા બાદ આખરે ટાઇમાં પરિણમી જતા કેટલાક ભારતીય ચાહકોને નિરાશા હાથ લાગી હતી. જા કે તમામ ચાહકોને આ મેચમાં મજા પડી ગઇ હતી. ભારતીય પુછંડિયા બેટ્‌સમેનોએ લાપરવાહી દર્શાવી હતી. છેલ્લા ઓવરમાં ભારતને છ રનની જરૂર હતી અને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે આ મેચ ટાઇમાં પરિણમી હતી. રવિન્દ્ર જાડેજા રન કરવામાં ઉતાવળ કરી ગયો હતો અને તે આઉટ થઇ ગયો હતો. ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૪૫.૫ ઓવરમાં ૨૫૨ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચ બાદ ભારતીટ કેપ્ટન ધોનીએ અફઘાનિસ્તાનની ટીમની પ્રશંસા કરી હતી. જા કે ધોનીએ નામ લીધા વગર ખરાબ અમ્પાયરિંગની ટિકા પણ કરી હતી. ભારતીય ટીમ પહેલા ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતીય ટીમ મેચમાં પાંચ ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી.દુબઈમાં એશિયા કપ ક્રિકેટની મેચમાં અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીને ફરી એકવાર કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તમામની નજર ધોની ઉપર કેન્દ્રિત થઇ ગઈ હતી. મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે નજરે પડ્યો હતો. ધોની ૬૯૬ દિવસ બાદ ફરી ટીમ ઇÂન્ડયાના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. ધોનીએ છેલ્લે ૨૯મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે ન્યુઝીલેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં કેપ્ટન તરીકેની ભૂમિકા અદા કરી હતી. આ મેચમાં ભારતની ૧૯૦ રને જીત થઇ હતી. કેપ્ટન તરીકે ધોનીએ ૨૦૦મી મેચ રમી હતી. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજા કેપ્ટન બન્યો હતો. આ અગાઉ રિકી પોન્ટિંગે સૌથી મોટી સિદ્ધિ મેળવી હતી. પોન્ટિંગે ૨૩૦ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી જેમાં ૧૬૫માં જીત ઓસ્ટ્રેલિયાની થઇ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગે ૨૧૮ મેચમાં કેપ્ટનશીપ કરી હતી અને ન્યુઝીલેન્ડે ૯૮ મેચોમાં જીત મળી હતી. ધોનીએ હવે ૨૦૦ મેચોમાં ભારતનુ નેતૃત્વ કર્યુ છે. જેમાં ૧૧૦માં જીત થઇ છે. ૭૪માં હાર થઇ છે. પાંચ મેચ ટાઈમાં પડી છે. ૧૧ મેચોમાં પરિણામ આવી શક્યા નથી. ધોનીની જીતની સરેરાશ ૫૯.૫૭ ટકા રહી છે. જે અન્ય કોઇપણ ભારતીય કેપ્ટન કરતા વધુ સારી છે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ચુકી હોવા હોવાથી ટીમમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે પૈકી રોહિત શર્મા, શિખર ધવન, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને જશપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી. તેમની જગ્યાએ લોકેશ રાહુલ, મનીષ પાન્ડે, દીપક ચહર, ખલીલ અહેમદ અને સિદ્ધાર્થ કોલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ધોનીએ મેચ બાદ કહ્યુ હતુ કે ટીમે જારદાર દેખાવ કર્યો હતો પરંતુ કેટલાક સંજાગો સારા રહ્યા ન હતા. હજુ સુધી વર્તમાન એશિયા કપમાં અપરાજિત રહેલી ભારતીય ટીમ સામે અફઘાનિસ્તાને દરેક ક્ષેત્રમાં સારો દેખા કર્યો હતો અને ક્રિકેટ ચાહકોના મન જીતી લીધા હતા. બેટિંગ અને બોલિંગમાં તેનો દેખાવ શાનદાર રહ્યો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY