અમદાવાદ,તા.૩
ડીસીપી ઝોન-૫ સ્કવોડના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે એક ઓટોરિક્ષામાં ચાર શખસો કાંગારું સર્કલ પાસેથી આવી રહ્યા છે. જેમની પાસે સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા રહેલા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા એક ઓટોરિક્ષા કાંગારું સર્કલ પાસેથી થઈ હતી. જેમને રોકતાં તેમાંથી રામ મરાઠી, દીપક સોનવણે, રોહિત મરાઠી અને ધમરસિંહ રાજગોર મળી આવ્યા હતા. તેમની પાસેથી પોલીસને ૩.૩૧ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ખોખરા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા થયેલી ૮.૭૦ લાખની ચોરીમાં આ ચારેય શખસો સંડોવાયેલા હોવાની તેમણે કબૂલાત કરી છે. પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દરમિયાનમાં વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વાસણા વિસ્તારમાં રહેતા એલઆઇસી હાઉસિંગના આસિસ્ટન્ટ મેનેજર બેડરૂમમાં સૂતા હતા અને તસ્કરો ૧.૩૦ લાખ રૂપિયાની મતાની ચોરી કરીને નાસી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
તસ્કરો દરવાજાનું લોક તોડીને ઘરમાં ઘૂસ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. વહેલી સવારે મેનેજરનાં માતા ગાર્ડનમાં ચાલવા ગયાં હતાં અને તે સમયે આ ઘટના બની છે. પાલડી વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ ફ્લેટમાં રહેતા અને પાલડીના કોચરબ આશ્રમ પાસે આવેલા ઇસ્પાન ટ્રેડ સેન્ટર ખાતે એલઆઇસી હાઉસિંગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા કાર્તિકકુમારે વાસણા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




