ભાવનગર,તા.૨૬
ભાવનગરના બોટાદ નજીક ઢાકણીયા રોડ પર એક ખાનગી બસ પલટી મારી હોવાની ઘટના બની છે, જેમાં ૫૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અન્ય લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.
બસ પલટી મારી જતા બસની અંદર ફસાયેલા મુસાફરો બુમાબુમ કરી રહ્યાં હતા. રાહદારીઓ બસ પર ચઢીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાસ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેના મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં હજૂ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
અવાર-નવાર ભાવનગરના હાઈવે પર એવા અકસ્માતો સર્જાયે છે જેમાં એક સાથે સંખ્યાબદ્ધ લોકો મોતને ભેટે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



