જાકાર્તા,તા.૩૦
ગઈ કાલે ઈન્ડોનેશિયાની લાયન એરનું બોઈંગ વિમાન આકાશમાં જ તુટી પડ્યું. જેમાં સવાર તમામ ૧૮૯ મુસાફરોના મોત નિપજ્યાં. આ મૃતાંક ૧૯૦ થઈ ગયો હોત. પરંતુ આ દુર્ઘટનામાં એક વ્યક્તિ એવો પણ છે જે મોતને હાથતાળી આપી ગયો. જેનું નામ છે સોની સેતિયાવાન.
સોની સેતિયાવાને પણ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં જ મુસાફરી કરવાની હતી. પરંતુ સેતિયાવાન ભાગ્યશાળી રહ્યો કે તે ટ્રાફિક જામમાં ફસાયો અને આ વિમાન તે ચુકી ગયો. બોઈંગમાં ઈન્ડોનેશિયાની ફાઈનાંસ મિનિસ્ટ્રીના લગભગ ૨૦ કર્મચારીઓ સવાર હતાં. તેમાંથી અડધો ડઝન જેટલા તો સેતિયાવાનના સહયોગીઓ હતાં. સોની સેતિયાવાનએ જણાવ્યું હતું કે, મને ખબર હતી કે મારા મિત્રો તે વિમાનમાં હતાં. તે આ વિમાન ચુકી ગયો. બીજું વિમાન પકડવા માટે પંગકલ પિનાન્ગ એરપોર્ટ પર પહોંચ્યો તો તેને દુર્ઘટનાની જાણકારી મળી.
ગઈ કાલે સોમવારે ઈન્ડોનેશિયાનો લાયલ એર વિમાન જકાર્તાથી ઉડાન ભર્યાની થોડી જ મીનીટોમાં તુટી પડ્યું હતું. વિમાન જેટી-૬૧૦ જકાર્તાથી પંગકલ પિનાન્ગ જઈ રહ્યું હતું. પરંતુ ટેક ઓફ થયાના ૧૩ જ મીનીટ બાદ તે તુટી પડ્યું હતું. કહેવાય છે કે, પ્લેન ક્રેસ થયું તે પહેલા પાયલોટે વિમાન પરત ફરવાના સિગ્નલ પણ આપ્યાં હતાં.
આ ફ્લાઈટ ચુકી ગયેલા અને મોતને હાથ તાળી આપનારા સોની સેતિયાવાને જણાવ્યું હતું કે, સામાન્ય રૂપે તે અને તેના સહકર્મીઓ આ જ ફ્લાઈટ (JT૬૧૦)માં બેસતા હતાં. પરંતુ ખબર નહીં ગઈ કાલે જ હું ટોલ રોડ પર ટ્રાફિકમાં બરાબરનો કેમ ફસાઈ ગયો. તે મોટા ભાગે સવારે ત્રણ વાગ્યે જ જકાર્તા પહોંચી જતો હતો, પરંતુ ગઈ કાલે જ તે ૬ઃ૨૦ વાગ્યે પહોંચ્યો અને તે ફ્લાઈટ ચુકી ગયો. લાયન એરના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઈટ ૧ કલાક ૧૦ મીનીટમાં પંગકલ પિનાન્ગ પહોંચવાનું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



