કાંકરિયા તળાવમાં ઓકિસજનના અભાવે હવે જળચર મોતને નહીં ભેટે

0
50

અમદાવાદ,તા.૩૦
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયા બાદ કાંકરિયા તળાવને નિહાળવા દરરોજ સેંકડો સહેલાણીઓ ઊમટી રહ્યા છે, જાકે કાંકરિયા તળાવમાં પાણીની સપાટી પર લીલ બાઝી જવાથી કે ફુવારા બંધ પડવા કે તેનું પાણી ડહોળું અને વાસ મારતું થવાથી અનેક વાર હજારો માછલીઓ ઓકિસજનના અભાવે તરફડીને મરણને શરણ થઈ છે.
પરંતુ આગામી દિવસોમાં આવી કરુણ ઘટના સર્જાશે નહીં કે કેમ તંત્ર દ્વારા તળાવના પાણીમાં ઓકિસજનની માત્રા જાળવી રાખીને જળચર પ્રાણીઓનાં જીવન સુરક્ષિત રાખવાની દિશામાં કવાયત આરંભાઈ છે.
તંત્રના કાંકરિયા લેક ફ્રન્ટ વિભાગ દ્વારા કાંકરિયા તળાવની ફરતે દશ સ્થળે ઈન્જેક્ટ એર ડિફ્યુશન સિસ્ટમ (આઈએડીએસ) લગાવીને તળાવના પાણીમાં ‘ડિસોલ્ડ ઓકિસજન’નું પર્યાપ્ત પ્રમાણ જાળવવા માટેની દરખાસ્ત તૈયાર કરાઈ છે.
આ નવી સિસ્ટમ અંદાજે રૂ. ૪૯.૧૦ લાખના ખર્ચે ખરીદાશે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. કાંકરિયા તળાવ ફરતે નગીનાવાડી, પુષ્પકુંજ, દાદુદયાળ મંદિર, શાસ્ત્રીજીની પ્રતિમા, બે નંબરનો ગેટ, બાલવાટિકા, છ નંબરનો ગેટ, સાત નંબરનો ગેટ એનસીસીની ઓફિસ અને ઝૂ એમ દશ સ્થળે આ નવી સિસ્ટમ મુકાશે.
જે તળાવના તળિયેથી ઓકિસજન છોડીનેં તેમાં ‘ડિસોલ્વ ઓકિસન’નું પ્રમાણ જાળવી રાખશે, જેના કારણે માછલીઓને હંમેશાં પૂરતી માત્રામાં ઓકિસજન મળતો રહેશે અને તેમનું ઓકિસજનના અભાવે મોત નહીં થાય. આમ તો તંત્ર દ્વારા કાંકરિયા તળાવના પાણીમાં ઓકિસજનનું પ્રમાણ જાળવી રાખવા તળાવમાં પંદર ફુવારા કાર્યરત કરાયા છે, જે પૈકી કેટલાક ફુવારા મોટરની ખરાબી સહિતના એક અથવા બીજા કારણસર બંધ પડે તો હવામાંથી ઓકિસજન લઈને તળાવમાં પાણી છોડવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY