મોસ્કો,તા. ૨૭
ફિફા વર્લ્ડકપમાં આવતીકાલે ચાર મેચો રમાનાર છે જે પૈકીની પ્રથમ પ્રથમ જાપાન અને પોલેન્ડ વચ્ચે રમાનાર છે. વોલ્ગોગ્રેડ ખાતે રમાનારી આ મેચનુ પ્રસારણ સાંજે ૭-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. બીજી મેચ સેનેગલ અને કોલંબિયા વચ્ચે રમાનાર છે. આ મેચનુ પ્રસારણ પણ સાંજે ૭-૩૦ વાગ્યાથી સમારા ખાતેથી કરવામાં આવનાર છે. ત્રીજી મેચ પનામા અને ટ્યુનેશિયા વચ્ચે રમાશે. જેનુ પ્રસારણ રાત્રે ૧૧-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડ અને બેÂલ્જયમ વચ્ચે આવતીકાલની ચોથી અને છેલ્લી મેચ રમાશે. આ મેચનુ પ્રસારણ ૧૧-૩૦ વાગ્યાથી કરવામાં આવનાર છે. સૌથી રોમાંચક મેચ ઇંગ્લેન્ડ અને બેÂલ્જયમ વચ્ચે રમાનાર છે. મેચને લઇને ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ ધરખમ દેખાવ કરી રહી છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ થઇ ચુકી છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ગ્રુપ એમાં રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વેની ટીમો છે. બીજી બાજુ ગ્રુપ બીમાં પોર્ટુગલ, સ્પેન, મોરક્કો, અને ઇરાનની ટીમો છે. ગ્રુપ સીમાં ફ્રાન્સ,ઓસ્ટ્રેલિયા, પેરુ અને ડેનમાર્કની ટીમો છે. આવી જ રીતે ગ્રુપ ડીમાં આર્જેÂન્ટના, આઇસલેન્ડ, ક્રોશિયા અને નાઇજિરિયાની ટીમો છે. ગ્રુપ ઇમાં બ્રાઝિલ, સ્વીસ, કોસ્ટા રીકા અને સર્બિયાની ટીમ છે. ગ્રુપ એફમાં જર્મની, મેÂક્સકો, સ્વીડન અને કોરિયાની ટીમ છે. ગ્રુપ જીમાં બેÂલ્જયમ, પનામા, ટ્યુનિશિયા અને ઇંગ્લેન્ડની ટીમ છે. આવી જ રીતે ગ્રુપ એચમાં પોલેન્ડ, સેનેગલ, કોલંબિયા અને જાપાનની ટીમ છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બેક ટુ બેક આવી છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા હતા. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે.પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું હતુ. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા હતા. જે શÂક્તશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેÂન્ટના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે. તમામ શÂક્તશાળી ટીમોમાંથી ચેÂમ્પયન કોણ બનશે તેને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. ફીફા વર્લ્ડ કપમાં એક સાથે પાંચ મુÂસ્લમ દેશ આ વખતે રમી રહ્યા છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે. ફીફા વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ અપાશે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ અપાશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



