કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના ટોપ નેતાઓ વચ્ચે આક્ષેપબાજીના દોર વચ્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક મોટુ નિવેદન કરીને રાજકીય ગરમી વધારી દીધી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઇને ભલે કેટલાક રાજકીય પક્ષો વધારે મહત્વ આપી રહ્યા નથી પરંતુ રાહુલ ગાંધીએ યોજનાપૂર્વક નિવેદન કર્યુ છે. રાહુલે હાલમાં કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં જા કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે. હાલમાં રાહુલે એમ કહીને તમામ રાજકીય પક્ષોમાં ચર્ચા જગાવી છે. રાહુલે આ નિવેદન મારફતે કોંગ્રેસના કાર્યકરોના મનમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવર્તી રહેલી તમામ દુવિધાનો અંત આણી દીધો છે. સાથે સાથે તેમના વિરોધીઓને પણ રાહુલે એવો સંદેશો આપી દીધો છે કે તેમને હળવાશમાં લેવાની બિલકુલ જરૂર નથી. જાણકાર નિષ્ણાંતો કહે છે કે રાહુલ ગાંધીએ યોગ્ય સમય પર પાસો ફેંકી દીધો છે. લોકસભા ચૂંટણીને લઇને હજુ સમય છે ત્યારે કોંગ્રેસને જારદાર તૈયારી કરવાની તક અને સમય બંને મળનાર છે. પહેલા કોંગ્રેસ પાર્ટના પ્રમુખ રાહુલ ગાંધી ક્યારેય બનશે તેને લઇને લાંબા સમય સુધી કાર્યકરોને ઇન્તજાર કરવાની ફરજ પડી હતી. કોંગ્રેસના પ્રમુખ બની ગયા બાદ વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને પણ કોંગ્રેસના કાર્યકરોમાં દુવિધાભરી Âસ્થતી હતી. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ પરિવારના બે સભ્યો વડાપ્રધાન પદ પર રહેતી વેળા પોતાની જાન ગુમાવી ચુક્યા છે. જેમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો સમાવેશ થાય છે. આવી સ્થિતીમાં રાહુલના નામની સાથે ચાલતી અનિશ્ચિતાને લઇને જુદા જુદા અર્થ કાઢવામાં આવે તે સ્વાભાવિક છે. વર્તમાન રાજકીય માહોલમાં આ તમામ ગણતરી કોંગ્રેસની સ્થિતીને કમજાર કરી રહી હતી. ભાજપના લોકોને એમ કહેવાની તક મળી રહી હતી કે રાહુલ ગાંધી રાજનિતીમાં કાચા ખેલાડી છે. તેમની પાસે અનુભવ નથી. વડાપ્રધાન પદના લાયક નથી તેવી વાત પણ થઇ રહી હતી. આવી સ્થિતીમાં બિન ભાજપ ત્રીજા મોરચાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી હતી. રાહુલે નિવેદન કરીને પોતાના કાર્યકરોની મનની નિરાશા દુર કરી છે. જાણકાર લોકો કહે છે કે ચૂંટણી લડાઇ દરમિયાન આ પ્રકારના નિવેદન સામાન્ય હોય છે. તમામ બાબતો એના પર નિર્ભર કરશે કે કોની પાસે કેટલી સીટ આવે છે. જા સીટો જ ઓછી આવશે તો રાહુલ ગાંધીના નિવેદનનો કોઇ અર્થ નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ તાકાત લગાવી દેનાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હાલમાં મોટુ નિવદન કરીને તમામને ચોંકાવી દીધા હતા. રાહુલે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે તોતેઓ વડાપ્રધાન બની શકે છે.કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં પીએમ પદની દાવેદારીના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડાઇ ગઇ છે. વર્ષ ૨૦૧૯ ચૂંટણી માટે એજન્ડાને રજૂ કરતા રાહુલ ગાંધીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેમની પાર્ટી જા જીતશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ વડાપ્રધાન બનશે કે કેમ તે અંગે પુછવામાં આવતા રાહુલે કહ્યુ હતુ કે તેમની પાર્ટી જીતશે તો તેઓ કેમ વડાપ્રધાન બનશે નહી. રાહુલ ગાંધીના આ નિવેદનથી એક બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે લોકસભા ચૂંટણી માટેની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી લાગી ગઇ છે. રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન પદને લઇને વાત કરી છે. રાહુલે કહ્યુ હતુ કે કેટલાક રાજ્યોમાં અમે પોતાની રણનિતી પર કામ કરીશુ તો કોંગ્રેસને વર્ષ ૨૦૧૪ જેવા પરિણામ જાવા પડશે નહી. તેમણે દાવો કરતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં મોદી દેશના વડાપ્રધાન બનશે નહી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પીએમ પદની દાવેદારી નોંધાવી દીધા બાદ રાજકીય પક્ષો તરફથી ભાવ મળ્યો નથી. એનસીપી સહિત મોટા ભાગની રાજકીય પાર્ટીએ રાહુલના નિવેદનને વધારે મહત્વ આપ્યુ નથી. રાહુલના નિવેદનને ઉત્સાહજનક સમર્થન મળી રહ્યું નથી.
યુપીએના પ્રમુખ સાથી પક્ષ એનસીપીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને પણ સપના જાવાનો અધિકાર છે પરંતુ વડાપ્રધાન કોણ બનશે તે લાખ રૂપિયાનો પ્રશ્ન છે. રાહુલના નિવેદન બાદ જુદા જુદા પક્ષો તરફથી રાજકીય પ્રતિક્રિયા આવી રહી છે. એનસીપી દ્વારા સૌથી કઠોર પ્રતિક્રિયા આપવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





