જીએસટીથી માસિક આવક ૧ લાખ કરોડથી પણ વધશે: હસમુખ અઢિયા

0
11

ન્યુ દિલ્હી,તા.૨૭
જીએસટી લાગુ થયાને પહેલી જુલાઈએ એક વર્ષ પૂરૂં થશે ત્યારે સરકારે જીએસટીને કારણે ટેકસની આવકમાં અકલ્પનીય વધારો થવાની અને દર મહિને થતી આવકની સરેરાશ રૂ.૧ લાખ કરોડથી પણ વધી જવાની અપેક્ષા વ્યકત કરી છે.
નાણાં સચિવ અને મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ જીએસટીને ભારતમાં વ્યાપક સુધારાની શાનદાર સિધ્ધિગણાવી છે અને જણાવ્યું છે કે, જીએસટીનો અમલ અને તેના કારણે ઉભી થયેલી સ્થિતિ અપેક્ષા કરતાં ઘણી વહેલી થાળે પડી ગઈ છે. જીએસટી એક વર્ષની અંદર લાગુ થઈ ગયો તેને લઈને આપણા દેશની મુલાકાત લેનારા લોકો પણ આજાર્યચકિત થઈ જાય છે. વિશ્વના ઘણાં દેશોમાં ૨૦૧૫ની પહેલી જુલાઈએ જીએસટી લાગુ થયો હતો અને હવે આ દેશો તેને પાછો ખેંચી રહ્યા છે. એમ અઢિયાએ જણાવ્યું હતું.
અઢિયા માને છે કે, એક વખત ફાઈલિંગની પ્રક્રિયા સરળ થઈ જશે એટલે કરચોરી પર અંકુશ આવશે અને જીએસટીથી થતી આવક વેગ પકડશે. જીએસટીની આવક આ વર્ષના એપ્રિલમાં પહેલીવાર રૂ.૧ લાખ કરોડને પાર કરી ગઈ હતી. અઢિયાને અપેક્ષા છે કે, શરૂઆતના મહિનાઓમાં આ આવક ઓછી રહેશે પરંતુ બાદમાં તેની માસિક સરેરાશ રૂ.૧ લાખ કરોડને પાર કરી જશે.
પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ આવરી લેવાના મુદ્દે અઢિયાએ જણાવ્યું હતું કે, કુદરતી ગેસ અને એવિએશન ટબાર્‌ઈન ફયુઅલ (એટીએફ)થી શરૂઆત થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ કદાચ આ બે ઉત્પાદકનો પર જીએસટી લાગુ કરીને શરૂઆત કરી શકે પરંતુ અન્ય ગુડઝને તેની હેઠળ આવરી લેવાનું વધારે મુશ્કેલ બની શકે છે કારણ કે રાજ્યો કેટલીક ટેકસની આવક પોતાની તિજારીમાં આવે તેવું ઈચ્છે છે. જા અન્ય ઉત્પાદનો પર જીએસટી હેઠળ આવશે તો તેનું વળતર રાજ્યોને ચોકકસપણે મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY