અમેરિકા આર્થિક પ્રતિબંધો મુકીને અમારું ગળું ઘોંટવા ઈચ્છે છે : ઈરાન

0
21

હેગ,તા.૨૯
સંયુક્ત રાષ્ટ્રની અદાલતમાં ઈરાને કેસ દાખલ કરીને, અમેરિકાએ તાજેતરમાં તેમના પર લાદેલા પ્રતિબંધોને પડકાર્યા છે. ઈરાનના મતે, અમેરિકા તેના આ પ્રતિબંધોથી તેમના અર્થતંત્રનું ‘ગળું દબાવીને, તેને ઘુંટણીયે પાડવા’ પ્રયાસ કરે છે, જે અન્યાયી છે અને ૧૯૫૫માં અમેરિકા સાથે થયેલી સંધિના ભંગ સમાન છે.
ઈરાન-અમેરિકા વચ્ચે ૨૦૧૫માં સમજુતી થઈ હતી જેમાં ઈરાને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા સંમતિ આપી હતી. પણ ડોનાલ્ડ ટ્રમ્પે આ સબંધે તાજેતરમાં એકતરફી નિર્ણય સાથે ઈરાન પર ત્રણ સપ્તાહ પૂર્વે ફરી પ્રતિબંધો લાગુ કર્યા હતા. તેમનું કહેવું હતું કે ઈરાન ખાતરી આપે કે તે કદી પરમાણુ શસ્ત્રો બનાવશે નહીં.
હેગની અદાલતમાં આ અંગે સુનાવણી ચાલુ થશે. રાષ્ટ્રો વચ્ચે સર્જાતા ખટરાગનો ઉકેલ લાવવા માટે ૧૯૪૬માં આ કોર્ટની રચના થઈ હતી. ઈરાનના કાનૂનવિદો તેની રજૂઆત કરીને સુનાવણી ઝડપથી પૂર્ણ કરી શકાય તેવી તાકીદ કરી હતી. જ્યારે અમેરિકાએ લાદેલા પ્રતિબંધોનો ઈરાનમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ઈરાને ગત જુલાઈમાં અમેરિકા સામે કેસ દાખલ કર્યો હતો અને તેમની સામે લાદવામાં આવેલા પ્રતિબંધોને તત્કાલ હટાવી લેવા માંગ કરવામાં આવી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY