ચૂંટણી માટે મારી અટકનો ઉપયોગ કરાયો : આશુતોષનો કેજરીવાલ પર પ્રહાર

0
59

ન્યુ દિલ્હી,તા.૨૯
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં પછી પૂર્વ પત્રકાર આશુતોષે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર મોટો પ્રહાર કર્યો છે. બુધવારે આશુતોષે ટિ્વટ કર્યું હતું કે તેમના ૨૩ વર્ષના પત્રકારત્વના કેરિયરમાં તેમણે ક્્યારેય પોતાની જાતિનો ઉપયોગ નથી કરવો પડ્યો પરંતુ પાર્ટી તરફથી જ્યારે ચૂંટણી લડવી પડી ત્યારે મને આ અંગે કહેવું પડ્યું.
આશુતોષે બુધવારે લખ્યું હતું કે, ” ૨૩ વર્ષના પત્રકારત્વના કેરિયરમાં ક્્યારેય કોઇએ મારી જાતિ કે ઉપનામ નથી પૂછ્યૂ. હું હંમેશા મારા નામથી જ ઓળખાતો હતો. પરંતુ જ્યારે ૨૦૧૪ના લોકસભા ચૂંટણી લડતી વખતે કાર્યકર્તાઓ સાથે મળ્યો ત્યારે મારી સરનેમ વિશે પૂછવામાં આવ્યું. મેં ત્યારે પણ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે તેમણે મને કહ્યું હતું કે સર, તમે ચૂંટણી કઇ રીતે જીતશો. તમારી જાતિના અહીં ઘણાં વોટ છે.”
નોંધનીય છે કે મંગળવારે આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા આતિશી મર્લેનાએ સોશિયલ મીડિયા પર નામ બદલવાનો મામલો સામે આવ્યો હતો. ટિ્વટર હેન્ડલ પર પહેલા તેમનું નામ આતિશી મર્લેના હતું પરંતુ હવે તેમના નામ પરથી માર્લેના હટાવી દેવામાં આવ્યું છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે તે આમ આદમી પાર્ટીની ઉમેદવાર બની શકે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY