ઇસ્લામાબાદ,તા.૬
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક અરજીના જવાબમાં એવો આદેશ આપ્યો હતો કે પાકિસ્તાનની કોઇ ખાનગી ટીવી ચેનલ હવે પછી ભારતીય ફિલ્મો કે ટીવી સિરિયલો દેખાડી નહીં શકે.
પુલવામા હુમલાના પગલે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી પ્રવર્તી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ રહેલા કેસનો ચુકાદો ચીફ જસ્ટિસ ગુલઝાર અહમદ સહિત ત્રણ જજાની બનેલી બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
રેડિયો પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની ઔપચારિક જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસનો આખરી ચુકાદો આવે ત્યાં સુધી કોઇ પ્રાઇવેટ ટીવી ચેનલ ભારતીય ફિલ્મો કે ટીવી શો દેખાડી નહીં શકે. આ આદેશનો ભંગ કરનારી ટીવી ચેનલ સામે કાયદેસર કેસ કરવામાં આવશે.
ભારતીય હવાઇ દળે બાલાકોટ અને અન્યત્ર ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિરો પર કરેલા હુમલા પછી પાકિસ્તાનના માહિતી પ્રસારણ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈને એવી જાહેરાત કરી હતી કે ભારતના હુમલાના વિરોધાં પાકિસ્તાની થિયેટર માલિકો અને ફિલ્મ એકિજક્ઝબિટર્સે ભારતીય ફિલ્મોનો બોયકોટ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



