મુંબઈ,તા.૬
ફિલ્મ ‘કમાંડો’, ‘ફોર્સ’માં ઝળહળતી સફળતા મેળવ્યા બાદ વિદ્યુત જામવાલ એક્શન અને ફિટનેસથી સૌનું દીલ જીતી ચુક્યો છે. થોડા દિલસ પહેલા જ્યારે વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ ‘જંગલી’નું ટીઝર લાન્ચ થયુ હતુ તો બુધવારે ફિલ્મનું બીજુ પોસ્ટર અને ઓફિશિયલ ટ્રેલર લાન્ચ થયુ. આ ફિલ્મનું ફર્સ્ટ ટીજર સામે આવતાની સાથે જ ફિલ્મના ટ્રેલરની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી. ફિલ્મના તમામ એક્શન સિક્વન્સને વિદ્યુતે ખુદ પરફોર્મ કર્યા છે.
ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે હાલમાં પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ ‘જંગલી’નું બીજુ પોસ્ટર રિલીઝ કર્યુ છે. જેમાં વિદ્યુત એકદમ વાઈલ્ડ અંદાજમાં નજરે ચડે છે. સાથે તરણે કહ્યું કે આ ફિલ્મ ૫ એપ્રીલે સિનેમાઘરોમાં આવશે.
બુધવારે આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થયુ આ ટ્રેલરમાં વિદ્યુત જાનવરો સાથે ખુબજ સારી દોસ્તી ધરાવતો જાવા મળે છે. આ ફિલ્મમા દર્શાવવામાં આવ્યુ છે કે કેવી રીતે વિદ્યુત પોતાના જીવના જાખમે જંગલને બચાવે છે. ડાયરેક્ટર ચક રસલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘જંગલી’ થોડા અલગ કોન્સેપ્ટની કહાની છે.
ફિલ્મનું ટ્રેલર ઓનલાઈન રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ટ્રેલરને જાતા જ તમને જંગલ બુકની યાદ આવી જશે. ફિલ્મ જંગલીમાં વિદ્યુત જામવાલ એકબાજુ ધુવાંધાર એક્શન કરતો નજરે ચડે છે તો ટ્રેલરમાં માણસ અને પ્રાણીઓ વચ્ચેનો પ્રેમ રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીની યાદ અપાવી જાય છે. વિદ્યુતની સાથે આ ફિલ્મમાં આશા ભટ્ટ, પૂજા સાવંત મુખ્ય ભૂમિકા નિભાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





