વડોદરા,તા.૨૧
ઉત્તરાયણના તહેવાર પછી ઠેકઠેકાણે ભરાઈ રહેલા દોરાઓમાં નિર્દોષ પક્ષીઓ ફસાઈ રહ્યા છે. જેને કારણે ફાયર બ્રિગેડને ઉપરાછાપરી કોલ મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં આ પ્રકારના ૧૫થી વધુ કોલ મળ્યા હતા અને જવાનોએ કામગીરી કરીને તમામ પક્ષીઓને બચાવી લીધા હતા.
સોમવારે વહેલી સવારે સલાટવાડા ખાતે આવેલી સરકારી વસાહતના ઝાડમાં ફસાયેલા ઘુવડને બચાવવા માટે દાંડિયા બજાર ફાયરબ્રિગેડના જવાનોએ બે કલાક સુધી કામગીરી કરી હતી અને ઘુવડને બચાવી લઈએ વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.
એમ પણ જાણવા મળ્યું છે કે, ઘુવડનો ઉપયોગ તાંત્રિક વિદ્યા માટે પણ કરવામાં આવતો હોય છે અને ઘુવડ ફસાયું હોવાની માહિતી મળતા કેટલાક તત્વો સ્થળે શોધવા લાગ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડ આવી જતા આવા તત્વો ફાવી શક્્યા ન હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



