જૈન સાધ્વીની છેડતી કરનાર આરોપીને પકડી દાખલો બેસે તેવી કાર્યવાહી કરો માજી કોર્પોરેટર આફ્રિકાવાલાએ પોલીસને આવેદન પાઠવ્યું

0
22

સુરત, તા.૧૩
એડવોકેટ તથા પૂર્વ કોર્પોરેટર દિપકભાઈ આફ્રિકાવાલાએ અઠવા પોલીસ મથકના પીઆઈને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા.૮-૧૧-૨૦૧૮ના રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી તા.૯-૧૧-૨૦૧૮ના ૦.૧૫ સુધીના સમયમાં ગોપીપુરા શીતલવાડી જૈન ઉપાશ્રયમાં સાધ્વી મહારાજ સાહેબની અંધારી રાતમાં છેડતી કરી દુષ્કર્મ આચરવાનો જે યુવાન દ્વારા પ્રયત્ન થયો છે તેમાં સમગ્ર જૈન સમાજની લાગણી દુભાઈ છે અને આ વિસ્તારમાં ૩૪ જેટલા સાધ્વી મહારાજ સાહેબનાં ઉપાશ્રયો છે તેમાં ગભરાહટની લાગણી ઉભી થઈ છે. માટે આ દુરાચારનાં ગુનામાં જે કોઈપણ ગુનેગાર હોય તેને ઝડપથી પકડી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ઉપર દાખલો બેસે એવી ઝડપથી કાર્યવાહી કરવા આ વિસ્તારના પૂર્વ નગરસેવક તરીકે મારી આપને રજૂઆત છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૈન સાધ્વીની ઉપાશ્રયમાં છેડતી અંગે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પણ તપાસમાં જાડાઈ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY