ચાર માસનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો
સુરત,તા.૧
પાંડેસરા વિસ્તારમાં રહેતી સગીરાનું પેટ વધતાં માતા સાથે તેણીને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં સગીરાને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. સગીરા પર ચાર પાંચ મહિના અગાઉ પાડોશમાં રહેતા યુવકે ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તેણીએ કહ્યું હતું.
પાંડેસરા વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષિય સગીરાને છ-સાત મહિના અગાઉ ફળિયામાં રહેતા અને મૂળ યુપીવાસી સન્ની સાથે પરિચય થયો હતો. પરિચય બાદ સન્નીએ યુવતીને ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારબાદ સગીરાનું પેટ મોટું થવા લાગ્યું હતું. જેથી પડોશીઓએ ટકોર કરી હતી. જેથી સગીરા તેની માતા સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આવી હતી. જ્યાં ગાયનેકોલોજિસ્ટે સગીરાની વાત સાંભળી એમએલસી કરાવી હતી. ગર્ભવતી હોવાની જાણ થતાં યુપીવાસી સન્ની ફરાર થઈ ગયો હતો.
ધોરણ ૮ સુધીનો અભ્યાસ કરનાર સગીરા અને તેની માતાએ સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, તેણીને ગર્ભ રહ્યો છે તે અંગે તેના પિતાને જાણ ન થાય તેમ કરવું છે. અને એટલા માટે જ તેઓ ગર્ભ દૂર કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





