જાકાર્તા,તા.૨૭
ભારતીય શટલર સાઇના નેહવાલે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઈટલ જીત્યું છે. સ્પેનની કેરોલિન મારિન ઈજાના કારણે પહેલાં જ સેટમાં બહાર થઈ ગઈ હતી. તે સમયે તે મુકાબલામાં ૧૦-૩થી આગળ હતી. વર્લ્ડ નંબર ૯ સાઇનાએ પોતાના સેમીફાઈનલ મુકાબલામાં ચીનની બિંજિઆઓને હરાવી હતી. સાઇનાએ તે મુકાબલો ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૮થી પોતાના નામે કર્યો હતો.
સાઇનાએ મેચ પછી કહ્યું, “મેં અહીં ૮ ફાઈનલ રમ્યાં છે. અહીં જે લોકોએ મને સમર્થન આપ્યું તેમનો ખૂબ ખૂબ આભાર. હું મારા પગની ઈન્જરીથી બહાર આવી છું. આ સપ્તાહે હું ફાઈનલ રમી શકું છું તે સારું છે. આવનારા સમયમાં મારી રમત હજુ સારી થશે. ઈન્ડોનેશિયામાં મારા ફેન્સ દર વર્ષે આવીને મને ઘણું જ સમર્થન આપે છે.
સાઇના અને વર્લ્ડ નંબર ૪ મારિન વચ્ચે અત્યાર સુધી ૧૧ મુકાબલાઓ થયાં છે. જેમાંથી ૬ વખત સાઇનાએ જીત મેળવી, જ્યારે મારિન ૬ મેચ જીતવામાં સફળ રહી. આ પહેલાં ક્વાર્ટર ફાઈનલમાં પણ મારિને ભારતીય શીર્ષ શટલર પીવી સિંધુને સીધા મેચમાં ૨૧-૧૧, ૨૧-૧૨થી હાર આપી હતી. સેમીફાઈનલમાં આ સ્પેનિશ ખેલાડીએ ચીનની ચેન યુફેઇને ૧૭-૨૧, ૨૧-૧૧, ૨૩-૨૧ની હાર આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



