સુરતમાં ૧૦ માળની રેસીડેન્સીમાં સાતમા માળે આગ લાગતા દોડધામ મચી

0
9

સુરત,તા.૧૮
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી એક ૧૦ માળની રેસીડેન્સીમાં સાતમા માળે ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી માધવ પ્લેટીનિયમ નામની રેસીડેન્સીમાં સાતમા માળે એક ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. આગના પગલે રેસીડેન્સીમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ક્રેન દ્વારા ફ્લેટ સુધી ફાયરના જવાનો પહોંચ્યા હતા. અને ફ્લેટની અંદર લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા. હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
માધવ પ્લેટીનિયમ રેસીડેન્સીમાં સાતમા માળે લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ અનુમાન છે. નવી જ બનેલી આ રેસીડેન્સીમાં આગની ઘટનાને લઈને ફાયર સેફ્ટીને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે. જાકે, આ રેસીડેન્સીમાં આગ લાગી ત્યારે આસપાસના ફ્લેટમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY