જમીન ટ્રાન્સફર મુદ્દે બિલ્ડરે જીએસટી કાઉન્સિલ, કેન્દ્ર સરકાર સામે કેસ કર્યો

0
216

મુંબઈ,તા.૨૮
જમીન માલિક તેની જમીનના ડેવલપમેન્ટ અધિકાર રિયલ એસ્ટેટ ડેવલપર્સને ટ્રાન્સફર કરે તો તેના પર જીએસટી લાગુ કરવાના નિયમની સામે બિલ્ડર્સે બાંયો ચઢાવી છે અને જીએસટી કાઉન્સિલ, કેન્દ્ર તથા મહારાષ્ટÙ સરકાર સામે કોર્ટમાં કેસ કર્યો છે. જમીન માલિક દ્વારા ડેવલપરને ડેવલપમેન્ટ રાઈટસ ટ્રાન્સફર કરવાની પ્રકિયાને ટેકસેબલ બનાવવાના તાજેતરના નોટિફીકેશન સામે રિયલ એસ્ટેટ ડેવલપર્સે બોમ્બે હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઈલ કરી છે. બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલને નોટિસો ઈશ્યુ કરી છે અને ૯ જુલાઈના રોજ સુનાવણીની તારીખ નકકી કરી છે.
રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં જાઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (જેડીએ) એક સામાન્ય બાબત છે, જેની હેઠળ જમીન માલિક તેની જમીન બિલ્ડરને ટ્રાન્સફર કરે છે અને તેના બદલામાં એપાર્ટમેન્ટ, આવકમાં હિસ્સો અથવા આ બન્ને મેળવે છે. જાન્યુઆરીના નોટિફિકેશન મુજબ, આવું કરનાર જમીન માલિક અને ડેવલપર બન્નેએ જીએસટી ચૂકવવો પડે. રિયલ એસ્ટેટ ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે, અગાઉના ટેકસ માળખામાં આવા વ્યવહારો ટેકસેબલ નહોતા. જીએસટી લાગુ થયો તેની પહેલાં જયારે સર્વિસ ટેકસ લાગતો હતો ત્યારે જમીનની ટ્રાન્સફર અને બાંધકામ બન્નેને જેડીએ હેઠળ બે અલગ-અલગ પ્રવૃતિ ગણવામાં આવતી હતી. જાકે, જીએસટી બાદ જમીન માલિકો પાસેથી ટેકસ માંગવામાં આવે છે. જીએસટી માળખામાં જમીન વેચાણ અને બિલ્ડીંગ વેચાણને બાકાત રાખવામાં આવ્યા છે તો પછી આ નોટિફિકેશન તેની વિધ્ધમાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY