શ્રીનગર,તા.૫
સેન્ટ્રલ જેલના કેદીઓએ એવી અફવા સાંભળી કે કેટલાક કેદીઓને કાશ્મીર ઘાટીની બહાર જેલમાં ખસેડવામાં આવશે ત્યારે આ વાતને લઈ નારાજ કેદીઓએ જેલમાં આગ લગાડી હતી.
જ્યારે શ્રીનગર સેન્ટ્રલ જેલના કેદીઓએ એવી અફવા સાંભળી કે, કેટલાક કેદીઓને કાશ્મીર ઘાટીની બહાર જેલમાં ખસેડવામાં આવશે ત્યારે આ વાતને લઈ ગુસ્સામાં કેદીઓએ જેલની અંદર આશ્રયસ્થાનોમાં આગ લગાડી હતી.
પોલીસે શુક્રવારના રોજ આ બાબતની માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ ઘટના ગુરુવારના રોજ રાત્રીના સમયે થઈ હતી. ફક્ત એક અફવાના કારણે કેદીઓએ એક રહેઠાણ પર આગ લગાડી હતી. આ પરી સ્થિતિને કાબુમા કરવા માટે અધિકારીઓને મદદ કરવા માટે પોલીસ અધિકારીઓ તુરંત જ શ્રીનગર સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા. માહિતી આનુસાર આ ઘટનામા કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



