જામનગરમાં ૨૮૬ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

0
7

જામનગર,તા.૨૫
જામનગર આમ્રપાલી બૌદ્ધ વિહાર સમિતિ દ્વારા સામુહિક બૌદ્ધ ધર્મની દીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દીક્ષાભૂમિ, નાગપુરથી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ધર્મગુરૂ ભદન્ત આર્ય નાગાર્જુન સુરઇ સસઇ તથા અન્ય ભારતીય ભિખુ મહાસંઘના મહત્વના જવાબદાર ભદન્ત અને ભિખુસંઘ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી બૌદ્ધ ધર્મગુરુના આર્શીવચન લઇ ૨૮૮ લોકોને દીક્ષા અપાવી હતી.
જામનગરમાં આમ્રપાલી બૌદ્ધ વિહાર સમિતિ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર રાજ્યકક્ષાનો બૌદ્ધ ધર્મ દીક્ષા મહોત્સવ આજે યોજાયો હતો. જેમાં મૂળ ભારતના અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા બૌદ્ધ ધર્મને લીધે ભારત વિશ્વગુરૂની છાપ ધરાવે છે અને તક્ષશિલા, નાલંદા અને વલભી જેવી વિશ્વ વિખ્યાત બૌદ્ધ વિશ્વવિદ્યાલય ભારતમાં હતી. તેની મૂળ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા આમ્રપાલી બૌદ્ધ વિહાર જામનગર આયોજીત ધમ્મ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ દીક્ષા મહોત્સવમાં જામનગર, રાજકોટ, દ્વારકા, ગીરસોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોએ આવી દીક્ષા લીધી હતી.
આજે સવારથી લાલ બંગલો સર્કલ, પાસે આવેલ ડો.બાબાસાહબ આંબેડકર સ્ટેચ્યુથી ભવ્ય ધમ્મ કારવા દીક્ષા સ્થળ સુધી યોજઈ હતી. જેમાં ૨૮૮ દીક્ષાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થતિ રહ્યા હતા. આ સિવાય આ કાર્યક્રમમાં મૂળ જાપાનના ભદન્ત આર્ય નાગાર્જુન સુરઇ સસાઇ દીક્ષા ભૂમિ નાગપુર ખાતેથી ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY