જામનગરમાં ઠંડીનો ચમકારો…૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકો થર-થર કાંપ્યા

0
26

જામનગર,તા.૩
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કાતિલ ઠંડી પડી રહે છે. તેમાંય ખાસ કરીને પ્રતિ કલાકના ૩૫થી ૪૦ કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓ ઠુંઠવાઇ રહયા છે. ઠંડીમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં સવારે આઠ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું જેના કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઉપરાંત પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે રહી હતી. જે વધીને ૩૫ કિમી સુધી પહોંચી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી ૧૧ ડિગ્રીની વચ્ચે રહ્યો છે જેના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સાથોસાથ પ્રતિ કલાકના ૩૫થી ૪૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ધ્રુજારી અનુભવાઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY