કમાટીબાગમાં પ્રાણીઓને કોલ્ડવેવથી રક્ષણ આપવા તાપણા કરાયા

0
22

વડોદરા,તા.૩
છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં વધી રહેલી ઠંડીને કારણે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ ઠંડીની ચપેટમાં આવી ગયા છે. અને પશુ-પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે કમાટીબાગ તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં પક્ષીઓના પાંજરાને ફરતે કંતાન લપેટવામાં આવ્યાં છે. જ્યારે વાઘ અને સિંહ સહિતના પ્રાણીઓના પાંજરામાં રાત્રીના સમયે તાપણા કરીને ગરમાવો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરમાં વર્તાઇ રહેલી ઠંડીનો સપાટો આજે વધુ અસરકારક બનતા લઘુત્તમ તાપમાન ઘટી ગયું છે. શહેરમાં ઠંડા પવનોનું જોર રહેતાં શહેરીજનો ગરમ વસ્ત્રો પરિધાન કરીને ફરતા નજરે પડયા હતા. ઘટી રહેલુ તાપમાને કમાટીબાગમાં પાંજરે પુરાયેલા પક્ષીઓ અને પ્રાણીઓ મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. તેથી પક્ષીઓને ઠંડી સામે રક્ષણ આપવા માટે પગલાના ભાગરૂપે કંતાનો લપેટયાં છે અને વાઘ-સિંહ જેવા જંગલી પ્રાણીઓના પાંજરામાં રાત્રે તાપણા કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY