જામનગર,તા.૯
જામનગરમાં ઘરે પ્રસંગ હોય અને પુત્રી માટે સુરતથી આવેલાં કપડાં પસંદ ન પડતાં ઘરનાઓએ આપેલાં ઠપકાથી લાગી આવતાં તરૂણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જામનગર શહેરનાં શંકરટેકરી વલ્લભનગર, વાલ્મિકીવાસમાં રહેતાં ભરત લક્ષ્મણભાઈ બાબરીયા નામના જેએમસીના કર્મચારીના ઘરે પ્રસંગ હતો. જેથી તેણીની ૧૬ વર્ષીય પુત્રી અસ્મિતા માટે સુરતથી ખાસ કપડા મગાવ્યા હતા. જે કપડા આજે જામનગર ખાતે તેના ઘરે આવ્યા બાગ પુત્રીને કપડા બતાવ્યા હતા. જો કે આ કપડાં પહેરીને જોયા બાદ તેની પુત્રીને કપડા પસંદ આવ્યા ન હતા. તેના કારણે પરિવારના સભ્યોને સુરતથી આવેલાં કપડાં પસંદ નહીં હોવાની વાત કરી હતી.
તે વાત કરતાની સાથે જ પરીવારના સભ્યોએ તેને ઠપકો આપ્યો હતો. તે મુદ્દે પરિવારના સભ્યો અને પુત્રી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં પુત્રીને માઠું લાગી આવ્યું હતું. જેના કારણે અસ્મિતા પરિવારના સભ્યોને જાણ કર્યા વિના જ અન્ય રૂમમાં જતી રહી હતી. રૂમમાં ગયા બાદ છત પર લગાડેલાં હૂકની સાથે ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. સામાન્ય બાબતમાં જ પરિવારજનોએ કીધેલી વાતનું માઠું લગાવીને ગળેફાંસો ખાઈ લેતાં પરિવારના સભ્યો શોકની ગર્તામાં ધકેલાઈ ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



