અલવર,તા.૨
અલવરના કિશનગાઢ બાસમાં રહેતા એક પરિવારમાં આ બાળકનો જન્મ ૧ માર્ચ એટલે કે ગઈકાલે રાત્રે ત્યારે થયો કે જ્યારે અભિનંદન પાકિસ્તાનમાંથી ભારત પરત ફરી રહ્યા હતાં. બાળકના દાદા જનેશ ભૂટાણીએ કહ્યુ, ‘મારા પુત્રવધુએ શુક્રવારે સાંજે પુત્રને જન્મ આપ્યો. અમે વાયુસેનાના પાયલાટને સન્માનમાં નવજાત બાળકનું નામ અભિનંદન રાખ્યું છે. અમને પાયલાટ અભિનંદન પર ગર્વ છે, તેથી અમે પરિવારમાં આવેલા નવા મહેમાનનું નામ અભિનંદન રાખ્યું છે.’ જનેશ ભૂટાણીએ કહ્યુ કે તેમના પુત્રવધુ સહિત આખો પરિવાર પુલવામા આતંકી હુમલા બાદથી જ સતત ટીવી પર ઘટનાક્રમ જોઈ રહ્યા હતો.
દરમિયાન નવજાત બાળકના માતા સપના દેવીએ કહ્યુ, ‘અભિનંદન નામ વડે હું પોતાના પુત્રને આપણા જાંબાઝ પાયલાટની દિલેરીને યાદ અપાવતી રહીશ. હું ઇચ્છીશ કે મારો પુત્ર પણ મોટો થઈને તેની (અભિનંદન વર્તમાનની) જેમ જ બહાદુર સૈનિક બને.’
નોંધનીય છે કે આ પહેલા ગત ૨૭ ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં જ નાગૌર ખાતેના એક પરિવારે ભારતની ઍર સ્ટ્રાઇકની યાદમાં પરિવારમાં જન્મેલા નવજાત બાળકનું નામ મિરાજ સિંહ રાઠોડ રાખ્યુ હતું, કારણ કે ભારતે પીઓકેમાં કરેલી ઍર સ્ટ્રાઇકમાં મિરાજ લડાકૂ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


