જામનગર,તા.૨૨
હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ રાજ્યમાં કેટલાક પાટીદાર સમાજે હાર્દિકને ગદ્દાર ગણવ્યો છે. રાજ્યના કેટલાક શહેરો અને ગામડામાં પણ હાર્દિકના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલનો સખત વિરોધ થઇ રહ્યો છે. ગુરૂવારે પણ જામનગરમાં હાર્દિક એક પાર્ટી પ્લોટમાં ધુળેટી રમવા પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર ચડતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.
લોકો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવી રહ્યા હતા આ જાઇને હાર્દિક પણ મુશ્કેલીમાં મુકાયો હોય તેમ તેના ચહેરા પર હાવભાવ જોવા મળ્યા હતા. હાર્દિક સ્ટેજ પર ચડીને માઇકમાં બોલતો હતો પણ લોકો તેને સાંભળ્યો નહોતો અને સતત મોદી મોદીના નારા લગાવ્યા હતા. આથી હાર્દિકને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો હતો અને ત્યાંથી થોડીવારમાં તે સ્ટેજ છોડી ચાલ્યો ગયો હતો. આમ ધૂળેટીની ઉજવણી કરવા પાર્ટી પ્લોટમાં પહોંચેલો હાર્દિક ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



