આર્મી જવાને લમણે ગોળી મારી આપઘાત કરતા ચકચાર મચી

0
7

જામનગર,તા.૨૨
જામનગરના આર્મી એરિયામાં કેરાલાના આર્મીના જવાને પોતાની જ રાઇફલમાંથી પોતાના માથામાં ત્રણ ગોળી ધરબી દઇને આત્મહત્યા કરી લેતાં આર્મી કેમ્પસમાં ચકચાર મચી ગઇ છે. જ્યારે આ બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે. જામનગરમાં આર્મી ઇન્ફન્ટ્રી લાઇનમાં આર્મી કેમ્પસમાં રહેતા મુળ કેરાલા રાજ્યના ત્રિવેન્દ્રમ જિલ્લાના પાનગાંડે ગામના વતની ૨૫ વર્ષીય વશાખ કુમાર પી. નામના જવાન જમનગર આર્મીમાં ફરજ બજાવે છે.
દરમિયાન રાત્રીના સાડા નવ વાગ્યે તેમની ચાલુ ફરજ દરમિયાન આર્મી એરિયામાં જ પોતાની ઇન્સાસ રાઇફલમાંથી એક પછી એક ધડાધડ ત્રણ ગોળીઓ પોતાના જ માથાના લમણાના ભાગે ફાયર કરી હતી. જેના પગલે આર્મી જવાન ત્યાંજ ઢળી પડ્યો હતો. ફાયરિંગનો અવાજ આવતાં તેમની સાથે ફરજ બજાવતા અરૂન સેમ્પન વનિયરે બચાવવા માટે દોડ મુકી હતી. પરંતુ તે ત્યાં પહોંચે તે પહેલા જ વશાખ કુમારનુ મોત નીપજ્યું હતું. જવાનના માથાના ભાગમાંથી ત્રણ ગોળીઓ આરપાર નીકળી હતી.
ફાયરિંગના અવાજથી અન્ય આર્મી જવાનો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આર્મી જવાનને તાત્કાલીક મોડી રાત્રીના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ ચોકીના મહિલા પીએસઆઇ વૈશાલીબેન આહીર સ્ટાફ સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY