જામનગર,તા.૨
જામનગર લોકસભા બેઠક પર પુનમ માડમ અને જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી રાઘવજીભાઇ પટેલે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા પુનમ માડમનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભજપના કાર્યકરો જાડાયા હતા. તેમજ અમરેલી બેઠક પર ભાજપમાંથી નારણ કાછડિયાએ ફોર્મ ભર્યું છે તો જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશે ફોર્મ ભર્યું હતું.
ફોર્મ ભરતા પહેલા પુનમ માડમની ઓશવાળ સેન્ટર ખાતે સભા યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિર, હકુભા જાડેજા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રીવાબા જાડેજા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ લોકસભા માટે આજે સવારે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશે પોતાના સમર્થકો અને સાથીદારોની ઉપસ્થિતિ વચ્ચે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ઉમેદવારી નોંધાવતા વંશ સમર્થનમાં જૂનાગઢમાં દોમડીયા વાડી ખાતે ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહીને વંશને સમર્થન જાહેર કર્યું હતું. સભા બાદ ઉમેદવારી ફોર્મ રજુ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસનાં ધારાસભ્યો હર્ષદભાઇ રીબડીયા, બાબુભાઇ વાજા વગેરેની ઉપÂસ્થતિ વચ્ચે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


