મુંબઈ,તા.૨
મોખરાના અભિનેતા રણબીર કપૂરે કહ્યું હતું કે મારા પિતાની તબિયત ઝડપભેર સુધરી રહી છે. એ થોડા ચિંતિત છે. એ પૂછે છે કે હું પાછો ફરું ત્યારે મને ફિલ્મોમાં કામ તો મળશે ને ?
‘હાલ મારા પિતા થોડી ટેન્શનભરી ક્ષણો વ્યતીત કરી રહ્યા છે. દાયકાઓથી એ ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે. છેલ્લા થોડા મહિનાથી એ બોલિવૂડથી દૂર રહ્યા છે એટલે સ્વાભાવિક રીતેજ એમને એક પ્રકારની ચિંતા રહે છે કે હું સ્વદેશ પાછો ફરું ત્યારે મને કામ તો મળશે ને એવા સવાલો પૂછતા રહે છે’ એટલું બોલતાં બોલતાં રણબીરને ગળે ડૂમો ભરાઇ આવ્યો હતો.
તેણે ઉમેર્યું હતું કે મારા પિતા સતત ફિલ્મો વિશેજ સવાલો કરતાં હોય છે. એ તબીબી સારવાર હેઠળ હોવાથી રજૂ થતી બધી ફિલ્મો જાવાની એમને તક મળતી નથી. એટલે સતત પૂછે ફલાણી ફિલ્મ કેવી છે ? પેલી ફિલ્મનો બિઝનેસ કેવો રહ્યો વગેરે.
સારવાર માટે અમેરિકા જતાં પહેલાં રિશિ કપૂરે ઉમેશ શુક્લાની ફિલ્મ ૧૦૨ નોટ આઉટ કરી હતી જેમાં પચીસ વર્ષના ગાળા બાદ રિશિએ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



