જામનગર,તા.૧૧
જામનગરમાં લિફ્ટમાં ફસાઇ જવાને કારણે એક છ વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે. બાળકીને રેસ્કીયું કરવા માટે ફાયરની ટીમ તેમજ પોલીસ દોડી આવી હતી. જાકે, કંઈ મદદ મળે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું.
મળી રહેલી માહિતી પ્રમાણે જામનગરની પટેલ કોલોની ખાતે આવેલી શ્રીરંગ રેસિડેન્સીની લિફ્ટમાં એક બાળકી ફસાઈ હતી. બાળકી સવારે લિફ્ટમાં જઈ રહી હતી ત્યારે તે ફસાઈ ગઈ હતી. બાળકીને બૂમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા.
લિફ્ટ અને દીવાલ વચ્ચે બાળકીનું માથું ફસાઈ ગયું હતું. જાકે, આ અકસ્માત લિફ્ટ ખરાબ હોવાને કારણે થયો છે કે પછી બાળકી ભૂલની કોઈ ભૂલને કારણે તે લિફ્ટમા ફસાઈ ગઈ હતી તે માહિતી મળી શકી નથી. કારણ જે પણ હોય પરંતુ લિફ્ટને કારણે એક પરિવારે તેની લાડકી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
જાકે, કોઈ કંઈ મદદ કરે તે પહેલાં જ તેનું મોત થઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક બાળકીનું નામ પ્રતિમા છે, તેમજ તેના પિતા રાજેન્દ્રભાઈ સોની આ જ સોસાયટીમાં સિકિયુંરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. લિફ્ટમાં ફસાઇ જવાને કારણે બાળકીના માથામાં ઈજા પહોંચી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. ફાયરના સ્ટાફે બાળકીને બહાર કાઢીને તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમાં માટે મોકલી આપ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



