રાજપાલ યાદવ ૪૭ વર્ષની વયે ફરી પિતા બન્યો,પત્નીએ આપ્યો પુત્રીને જન્મ

0
13

મુંબઈ,તા.૧૧
લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર રહેનાર રાજપાલ યાદવને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જા તમે વિચારી રહ્યા છો કે રાજપાલ ટૂંકમાં કોઈ ફિલ્મમાં જાવા મળશે તો એવું નથી. રાજપાલ ફરી એક વખત પિતા બન્યા છે. આ વાતની જાણકારી ખુદ રાજપાલ યાદવે આપી છે.
રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે ફરી એક દીકરીને જન્મ આપ્યો છે. પોતાની ખુશી વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજપાલે એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાજપાલની મોટી દીકરી જાવા મળી છે જેના ટી-શર્ટ પર લખ્યું છે- મોટી બહેન.
રાજપાલે કેપ્શનમાં લખ્યું કે, મારી નાની દીકરી હની યાદવ હવે મોટી બહેન બની ચૂકી છે. આ નવરાત્રિએ મારા ઘરે એક નાનકડી પરીએ જન્મ લીધો છે. રાજ પાલ યાદવને પ્રથમ પત્ની કરૂણાથી એક દીકરી મોની પણ છે. તેની પ્રથમ પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. રાજપાલે ૨૦૦૩માં રાધા સાથે લગ્ન કર્યા હતા.
રાજપાલ યાદવ હવે ટૂંક સમયમાં ફિલ્મ ચંડીગઢ, અમૃતસર, ચંડીગઢમાં જાવા મળશે. આ એક પંજાબી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે ખાસ ભૂમિકામાં જાવા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY