ન્યૂયોર્ક,તા.૨૩
એક અમેરિકન નાગરિકે ફલાઇટમાં જાપાની પેસેન્જર સામે એવું કર્યું કે બીજી હાજર વ્યક્તિઓ અચંબામાં પડી ગઇ હતી. અમેરિકન નાગરિકની ફ્લાઇટમાં જાપાની પેસેન્જર પર પેશાબ કરવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. આ ઘટના ગયા સપ્તાહે આૅલ નિપોન એરવેઝ (છદ્ગછ)ના વિમાનમાં બની હતી. વિમાન શિકાગોથી જાપાનના નરિતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઇ રહ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે એક ૨૪ વર્ષનો શખ્સ ૧૭મી આૅગસ્ટના રોજ વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો અને આ દરમ્યાન ૫૦ વર્ષના જાપાની વ્યક્તિ પર પેશાબ કરી દીધો. પીડિત શખ્સે કહ્યું કે તેમની અમેરિકન શખ્સ સાથે કોઇ લેવા-દેવા નથી, ના તો તેમની બંને વચ્ચે મુલાકાત થઇ હતી કે વાતચીત.
જાપાની શખ્શ આ વ્યક્તિ કરતાં બે લાઇન પાછળ બેઠો હતો. પોલીસના મતે અમેરિકન શખ્સે ઘટના પહેલાં કમ સે કમ ૫ ગ્લાસ શેમ્પેઇન પીધો હતો.
જાપાન ટુડેના મતે આરોપી શખ્સે બાદમાં કહ્યું કે તેને કંઇ જ યાદ નથી. અમેરિકન શખ્સને વિમાનમાં હાજર ક્રૂડએ પકડયો અને જાપાનમાં વિમાન લેન્ડ થયા બાદ પોલીસને હવાલે કરી દીધો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



