ઈરાકમાં ૩૮૦૦ વર્ષ જૂનો શિલાલેખ મળ્યો, ગ્રાહકની સૌથી પહેલી ફરિયાદનો પુરાવો

0
16

બગદાદ,તા.૨૩
દુનિયામાં કોઇ ગ્રાહકની દુકાનદાર સાથેની ફરિયાદનો સૌથી જૂનો પુરાવો મળ્યાનો દાવો કરાયો છે. મેસોપોટેમિયા રાજ્યના ઉર શહેરમાંથી મળેલા એક શિલાલેખમાં ગ્રાહકે લખ્યું હતું કે વેપારીએ જે પ્રકારના તાંબા અંગે જણાવ્યું હતું તેવું તાંબુ આપ્યું નથી.
આ શિલાલેખ ૧૭પ૦ ઇસવીસન પૂર્વેનો છે. મતલબ કે લગભગ ૩૮૦૦ વર્ષ જૂનો છે. આ શિલાલેખ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
શિલાલેખ મુજબ નાની નામની વ્યક્તિએ આ-નાસીર નામના વેપારીને લખેલી ફરિયાદમાં કહ્યું હતું કે તેને ખરાબ ગુણવત્તાવાળું તાંબું આપવામાં આવ્યું અને તેને પહોંચાડવામાં મોડું પણ કર્યું. અકાદિયન ભાષામાં લખાયેલી આ ફરિયાદની લિપિ કિલાકાર છે, જે લેખનશૈલીનું સૌથી શરૂઆતનું રૂપ માનવામાં આવે છે.
નાનીએ પોતાના સંદેશમાં લખ્યું છે કે જ્યારે તમે મારી પાસે આવ્યા હતા ત્યારે તમે મને સારી ગુણવત્તાવાળું તાંબુ આપવાનું કહ્યું હતું, પરંતુ તે તેવું ન નીકળ્યું, જેનો તમે વાયદો કર્યો હતો.
મેં કેટલાક સજ્જન લોકોને ઘણી વાર તમારી પાસે પૈસા લેવા મોકલ્યા, પરંતુ દરેક વખતે તમે તેમને ખાલી હાથ મોકલી દીધા. શું કોઇ વેપારી આવું ખરાબ વર્તન કરી શકે? તમે એકમાત્ર છો, જેણે મારા સંદેશાવાહક સાથે પણ ખરાબ વર્તન કર્યું. તમે પણ તમારી વાત કહેવા આઝાદ છો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY