જસદણમાં ઓછી લીડ મળતા બાવળિયા અને બોઘરા વચ્ચે વિવાદ સર્જાયો

0
3

જસદણ,તા.૨૭
કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે વિવાદ સર્જાયો છે. ઓછી લીડ મામલે બંને નેતાઓને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. પેટાચૂંટણીમાં ભાજપને ૨૦ હજારથી વધુ મતથી જીત મળી હતી. જ્યારે લોકસભાની ચૂંટણીમાં જસદણમાંથી માત્ર ૨૮૦૦ની લીડ મળતા સમગ્ર મામલો હાઈકમાન્ડ પાસે પહોંચ્યો હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે બોઘરા જેવા સિનિયર નેતાઓએ ઓછો રસ લેતા આવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ભરત બોઘરાએ કહ્યું હતું કે નબળી લીડના જવાબદાર કુંવરજી બાવળિયા છે અને તેમના જ ગામમાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે અને ભાજપને કુલ ૧૨૦૦૦ મતોનું નુકસાન થયું છે, જ્યારે બોઘરાની જવાબદારી વાળા વિસ્તારોમાં ભાજપને ૧૪૦૦૦ મતોની લીડ મળી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાનું ટેલિફોનિક નિવેદન આપતા જણાવ્યું હતું કે આ પક્ષનો આંતરિક મામલો છે. બંનેને એકસાથે બોલાવી સમાધાન કરાવી લેવાશે. જ્યારે મંત્રીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે તે અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY