રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં પણ કેટલીક બિનસરકારી સંસ્થાઓ રહી છે. આ સંસ્થાઓ સરકારની વિકાસ પ્રવૃત્તિ આડે અડચણરૂપ બની જાય છે. ભારતના ઘણા પછાત આદિવાસી વિસ્તારોમાં સરકારની કામગીરીનો વિરોધ એનજીઓ જાણી જાઈને કરે છે. કામગીરી રોકાઈ જાય તેવો હેતુ રહે છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર એનજીઓનો ઉપયોગ જાસુસી માટે પણ થાય તેવા અહેવાલ મળી ચુક્યા છે. એફએટીએફના અહેવાલ પ્રકાશિત થતા પહેલા વર્ષ ૨૦૧૦માં ભારત સરકારે કઠોર પગલા લઈને એફસીઆરએની રચના કરી હતી અને એફટીએફના રિપોર્ટ પહેલા જ કેટલાક બિનસરકારી સંગઠનોને રાજકીય છત્ર હેઠળ લાવીને તેમને વિદેશી સહાયતા મેળવવાના મામલાથી બચાવી લેવામાં આવ્યા હતા આ તરત જ કરવમાં આવેલી કાર્યવાહી પાછળ દુનિયાના દેશોને એવો સંદેશો પણ આપવાનો હેતુ હતો કે ભારત હવાલા અને ત્રાસવાદી સંગઠનોને સામે કઠોર કાર્યવાહી કરવાનું જાણે છે અને તે આ પ્રકારની ગતિવિધિને કોઈપણ સંજાગોમાં ચલાવી લેશે નહીં. પરંતુ આની સાથે સાથે આ કાયદાએ સરકારને અસહમતિના અવાજાને દબાવી દેવા અને માનવઅધિકાર માટે લડનારની સામે કાર્યવાહીના અધિકાર પણ આપી દીધા હતા. હવે નરેન્દ્ર મોદી સરકારે ૧૦ હજારથી વધારે બિનસરકારી સંગઠનોના લાઈસન્સ રદ્દ કરી ચૂકી છે. સાથે સાથે સરકાર નવા દિશાનિર્દેશો પણ જારી કરી ચુકી છે.
જે વિદેશી સહાયતા મેળવનાર સાથે સંબંધિત છે. નવા નિયમો મુજબ બિનસરકારી સંગઠનોને વિદેશમાંથી પ્રાપ્ત સહાયતાની રકમની સાત દિવસની અંદર માહિતી આપવી પડશે. જે બેંકોના માધ્યમથી આ વિદેશી નાણાં બિનસરકારી સંગઠનના ખાતામાં જમા થશે તેમને આ માહિતી ૪૮ કલાકની અંદર આપવી પડશે. આવી જ રીતે બિનસરકારી સંગઠનોને પોતાના નાણાંને દેશ માટે ઘાતક ગતિવિધિમાં સામેલ કરવાની મંજુરી આપી નથી. જાણકાર લોકોનું કહેવું છે કે ભારત કેટલાક દેશોમાં પડોશી દેશો કરતા આગળ છે. બાંગ્લાદેશ તો ભારતથી પણ આગળ છે. બાંગ્લાદેશે બ્લોક સ્તરના અધિકારીઓને બિનસરકારી સંગઠનોને બંધ કરવા સુધીના અધિકારો આપી દીધા છે. પાકિસ્તાનમાં પણ ૩૦૦૦થી વધારે બિનસરકારી સંગઠનોને રાષ્ટ્રના હિતમાં કામ નહીં કરવાના કારણે પોતાના કામકાજને સમેટી લેવા માટે સૂચના આપી દીધી છે. શ્રીલંકાના પૂર્વ પ્રમુખ રાજાપક્ષયે તો આનાથી પણ આગળ વધીને બિનસરકારી સંગઠનોની પત્રકાર પરિષદ પર પણ બ્રેક મૂકી દીધી હતી.
ભારતમાં બિનસરકારી સંગઠનોને લઈને ઘૃણાની સ્થતિ રહી નથી બલકે કેટલાક સરકારી વિભાગ તો તેમની સહાયતાથી પોતાના કાર્યક્રમ સુધી પણ આયોજિત કરે છે. જાસુસીમાં પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ એને ગણી શકાય છે જે દેશની પ્રગતિમાં બાધાજનક છે. કેટલાક વિદેશી ફંડિંગ મેળવતા સંગઠનો આવી ગતિવિધિ ચલાવી રહ્યા છે. તમિળનાડુના કુડનકુલમમાં બનનાર પરમાણુ ઉર્જા યુનિટના વિરોધ કરનાર એનજીઓની વ્યૂહરચના સામે પ્રશ્નો ઉઠતા રહ્યા છે. આવી જ રીતે ભારતમાં પછાત આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વિકાસ ગતિવિધિનો વિરોધ ઘણા એનજીઓ કરી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી જરૂરી છે. સરકારની સામે અભિયાન ચલાવનાર એનજીઓને વિદેશી ફંડ મળે છે આવી ઘણી સંસ્થાઓ દ્વારા ધારાધોરણોના ભંગના મામલા સપાટી પર આવી ચુક્યા છે. ગ્રીનપીસ નામના એનજીઓનું નામ સૌથી પહેલા સપાટી પર આવ્યું છે.
પશ્ચિમી ગુપ્તચર સંસ્થાઓ આ સંગઠનોના મારફતે ભારત જેવા દેશોમાંથી મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરે છે. ધર્માંતરણ માટે પણ કેટલાક એનજીઓને વિદેશી નાણં મળે છે. હવે કેન્દ્ર સરકાર તેમના ફંડિંગ અને કામગીરી પર નજર રાખી રહી છે જે ખૂબજ યોગ્ય પગલુ છે. આ સંસ્થાઓની પ્રવૃત્તિ પર બ્રેક ખૂબ જરૂરી છે. ભારતમાં સરકારોને એનજીઓ અને સિવિલ સોસાયટી તરફથી કેટલાક મામલાઓમાં પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આ કામગીરી સામાન્ય લોકોના જીવનના રક્ષણના અધિકારથી લઈને રાજ્યો તરફથી થતી હિંસાને લઈને હોય છે. વિકાસના નામે ગરીબ લોકોના વિસ્થાપન, વળતર, કુદરતી સંશાધનોના દુરુપયોગ આ પ્રકારની બાબતો જાવા મળે છે. એનજીઓ ઘણા વિષય પર લડત ચલાવતા રહે છે. ભારતીય ગૃહમંત્રાલયે ચાર હજાર એનજીઓને કહી દીધુ છે કે તેમના ખાતાઓમાં ખામીઓ છે અને તેમને બંધ કરવામાં આવે તે જરૂરી છે. જે રીતે ગ્રીનપીસના ખાતાઓ મામલે સરકારે નોટિસ જારી કરી આવનાર દિવસોમાં આ દિશામાં આક્રમક કાર્યવાહી થઈ શકે છે. સરકારે ચાર હજાર એનજીઓ પર કાર્યવાહી કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


