ન્યુ દિલ્હી,તા.૧૭
અટલ બિહારી વાજપેયી સરકારમાં રક્ષા અને વિદેશ મંત્રી રહેલા જસવંત સિંહના પુત્ર માનવેંદ્ર સિંહે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. માનવેંદ્ર આજે રાહુલ ગાંધીની હાજરીમાં કાંગ્રેસમાં સામેલ થયા હતા. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જાહેર પ્રચાર વચ્ચે માનવેંદ્ર સિંહે કાંગ્રેસમાં સામેલ થયા હતા.
માનવેંદ્ર સિંહે હાલમાં જ બાડમેરમાં સ્વાભિમાન રેલી કરી હતી. જ્યાં તેમણે કમળ નું ફૂલ, મોટી ભૂલ કહેતા ભાજપથી અલગ રસ્તો બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માનવેંદ્ર સિંહની પ્રદેશ નેતૃત્વ અને મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. રાજ્યના બાડમેર અને આસપાસના રાજપૂત સમાજમાં માનવેંદ્ર અને તેમના પરિવારની સારી પકડ માનવામાં આવે છે.
ભાજપ સાથે માનવેંદ્રના સંબંધો ૨૦૧૪ લોકસભા ચૂંટણી સમયે જ ખરાબ થઈ ગયા હતા, જ્યારે પાર્ટીએ તેના પિતા અને પૂર્વ રક્ષા મંત્રી જસવંત સિંહને ટિકિટ આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ જસવંત સિંહ અપક્ષ ચૂંટણી લડ્યા અને ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



