મુંબઈ,તા.૧૭
સિનિયર અભિનેતા દલીપ તાહિલે તાજેતરમાં પોતાની અગમચેતીનો એેક સરસ દાખલો રજૂ કર્યો હતો. તાજેતરમાં એક ફિલ્મના ઇન્ટિમેટ સીનને કરતાં પહેલાં દલીપ તાહિલે કાયદેસરના દસ્તાવેજા તૈયાર કરાવવાનો આગ્રહ સેવ્યો હતો.
સુધીર મિશ્રાની આ ફિલ્મમાં દલીપે હીરોઇન સાથે એક ઇન્ટિમેટ સીન છઆફવાનો હતો. અન્ય એક અહેવાલ મુજબ આ સીન રેપનો હતો. દલીપે પોતાની કોઠાસૂઝ અને અગમચેતી દેખાડતાં કાનૂની એફિડેવિટ કરવાનો આગ્રહ રાખ્યો હતો અને કહ્યું હતું કે પાછળથી મારા પર જાતીય દુરાચારનો આક્ષેપ થાય અને મારી પ્રતિષ્ઠા જાખમાય એવું મારે થવા દેવું નથી.
પહેલાં તો દલીપે આ સીન કરવાની જ ના પાડી હતી. એને બહુ સમજાવવામાં આવ્યો ત્યારે એણે એક શરત મૂકી કે આપણે એફિડેવિટ કરીએ કે આમાં મેં સંબંધિત કલાકાર સાથે કોઇ ગેરવર્તન કર્યું નથી. એટલેથી નહીં અટકતાં દલીપે સીન પૂરો થયા બાદ સંબંધિત અભિનેત્રી સાથે એક વિડિયો ક્લીપ તૈયાર કરાવી લીધી હતી જેમાં અભિનેત્રીએ કહ્યું કે એની સાથે કોઇ ગેરવર્તન થયું નથી.
હાલ ચાલી રહેલા મી ટુ આંદોલનની આ અસર ગણી શકાય. દલીપે કહ્યું કે સિનિયર અને પ્રતિષ્ઠિત કલાકારો સામે આંગળી ચીંધાઇ રહી છે. ફિલ્મમાં રેપ સીન જરૃરી હતો એવી ડાયરેક્ટર સુધીર મિશ્રાની દલીલ સાથે હું સંમત હતો પરંતુ મારે મારી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરવાનો હતો. આવતી કાલે મારી સામે આંગળી ચીંધાય તો મારી દાયકાઓ જૂની કારકિર્દી બદનામ થઇ જાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






