ન્યુ દિલ્હી,તા.૧૭
બ્રહ્મોસ મિસાઈલની નાગપુર યૂનિટના સંદિગ્ધ ISI એજન્ટને પકડવામાં આવ્યાં બાદ હવે ભારતીય સેનાના એક જવાનની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ છે. પોલીસે પકડાયેલાં જવાનની પૂછપરછ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે એવી કોઈ વાતની પુષ્ટી નથી આપી કે આ મામલો પહેલાંથી ચાલી રહેલાં બ્રહ્મોસ સ્પાઈ કેસની તપાસ સાથે કોઈ સંબંધ છે કે નહીં.
મળતી માહિતી મુજબ ભારતીય સેનાના સિગ્નલ રેજિમેન્ટના સૈનિકને જાસૂસીના આરોપમાં પકડવામાં આવ્યો છે. સૈનિકને મેરઠ છાવણીથી પકડવામાં આવ્યો છે. જવાન પર આરોપ છે કે તેને જરૂરી જાણકારી દેશની બહાર મોકલી છે.
ઉત્તર પ્રદેશ એન્ટી ટેરર સ્કવોડ અને મિલ્ટ્રી ઈન્ટેલીજન્સે જાસૂસીના આરોપમાં થોડાં દિવસ પહેલાં જ ડ્ઢઇર્ડ્ઢંના સીનિયર એન્જિનિયરની ધરપકડ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




