ડાંગ જિલ્લાના સાત યુવાનોની ભારતીય સેનામાં થઇ પસંદગી ..

0
115

ડાંગ જિલ્લાના યુવાનોને રોજગારી અને સ્વરોજગારી પુરી પાડવા માટે સતત પ્રયત્નશીલ ડાંગ જિલ્લા રોજગાર કચેરીના સફળ માર્ગદર્શન અને તાલીમ બાદ, ડાંગના સાત જેટલા યુવાનોની તાજેતરમાં ભારતીય સેનામાં પસંદગી થવા પામી છે.

જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયેના જણાવ્યા અનુસાર, ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાના યુવાનોને ગત દિવસો દરમિયાન ભારતીય સેનામાં જોડાવા માટેની શારીરિક કસોટી માટેની સધન તાલીમ આપવામાં આવી હતી. પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરીના હકારાત્મક અભિગમ સાથે તાલીમબદ્ધ ૬૦ યુવાનોને ગોધરા ખાતે લશ્કરી ભરતીમાં ભાગ લેવા માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ ઉમેદવારો શારીરિક અને તબીબી કસોટીમાં ઉત્ત્િાર્ણ થયા હતા. રોજગાર કચેરી દ્વારા આ ૧૧ યુવાનોને લેખિત પરીક્ષા માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમ પુરી પાડવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપ સાત જેટલા યુવાનો લેખિત પરીક્ષામાં ઉત્ત્િાર્ણ થયા હતા. આ યુવાનો ભારતીય સેનામાં જોડાઇને દેશસેવા માટે સરહદ ઉપર જવા માટે તૈયાર છે.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના જે સાત યુવાનો લશ્કરી ભરતી પરીક્ષાઓમાં સફળ થયા છે તેમાં (૧) પુષ્પક સોનિરાવ નિકુળ્યા-સિલોટમાળ, (ર) પ્રદિપ ગોંદુભાઇ ભોયે-કોશમાળ, (૩) કનુ બાલુભાઇ પવાર-ગાઢવી, (૪) પ્રવેશ થોમાભાઇ પવાર-ચિકાર, (પ) રમેશ ભાષ્કરભાઇ ભોયે-દગુનિયા, (૬) મહેશ જયુભાઇ માહલા-સાતબાબલા, અને (૭) છોટુ જયુભાઇ ચૌધરી-જામલાપાડાનો સમાવેશ થાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY