જય અંબેના જયનાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી,ભાદરવી પુનમના મેળાનો રંગેચંગે પ્રારંભ

0
46

અંબાજી,તા.૧૯
યાત્રાધામ અંબાજીમાં આજથી મીનીકુંભ સમા ભાદરવી પુનમનાં મેળાનો વિધિવત્ત પ્રારંભ કરાયો છે. બનાસકાંઠા જીલ્લા કલેકટરે આજે મેળાનાં પ્રથમ દિવસે અંબાજી તરફ આવી રહેલાં પદયાત્રીઓનાં રથને અંબાજીમાં પ્રવેશ કરાવી મેળાનો શુભારંભ કર્યો હતો. અને માતાજી સમક્ષ આરતી ઉતારી મેળામાં કોઈ પણ વિÎન ન આવે તે માટે માતાજીને પ્રાર્થના પણ કરાઇ હતી.
મેળાનાં આજે પ્રથમ દિવસે માહીતી ખાતા દ્વારા લગાયેલાં સરકારની વિવિધ યોજનાનાં પ્રદર્શન સહીત આરોગ્ય લક્ષી વિવિધ યોજનાનાં પ્રદર્શનોને જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા હતાં. ભાદરવી પુનમના મેળામાં આ વર્ષે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, વોડાફોન કંપનીનાં સહયોગથી ખોવાયેલાં બાળકોને શોધવા માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. જા કોઇ બાળક મેળામાં ખોવાઈ જાય તો બાળકના ગળામાં પહેરાવવામાં આવેલા કાર્ડ ઉપર છાપેલાં બારકોર્ડની મદદથી તેનાં વાલીનો સરળતાથી સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત મેળામાં આવતાં પદયાત્રીઓને સાત દિવસ સુધી બંન્ને ટાઇમ નિશુંલ્ક ભોજન મળી રહે તે માટેની પણ સુવિધા ગોઠવવામાં આવી છે. તેમજ મેળા દરમિયાન વાહનોનાં પ્રતિબંધિત વિસ્તારમાં પદયાત્રીઓનાં લાવવા લઇ જવા માટે પાંચ જેટલી વિના મુલ્ય એસ.ટી બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ભાદરવી પૂનમ પ્રસંગે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
સવારે આરતી- ૬ઃ૧૫ થી ૬ઃ૪૫
સવારે દર્શન – ૬ઃ૪૫ થી ૧૧ઃ૩૦
રાજભોગ – બપોરે ૧૨ઃ૦૦ થી ૧૨ઃ૩૦
બપોરે દર્શન -૧૨ઃ૩૦ થી ૫ઃ૦૦
સાંજે આરતી – ૭ઃ૦૦ થી ૭ઃ૩૦
સાંજે દર્શન – ૭ઃ૩૦ થી રાત્રે ૧ઃ૩૦

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY