સુરત, તા.૬
અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આયોજીત ‘‘સ્વચ્છાગ્રહ’’ વર્કશોપ આજરોજ ચોર્યાસી તાલુકાના જુનાગામ ખાતે નવચેતન હાઈસ્કુલ ખાતે યોજાયો હતો. આ વર્કશોપમાં ચોર્યાસી તાલુકાની ૧૫૦થી વધુ પ્રાથમિક શાળાના શિક્ષકોને ‘‘સ્વચ્છાગ્રહ’’ના માધ્યમથી નાના ભૂલકાઓમાં બાળવયથી જ સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન થાય તે માટે શિક્ષકો કેવી ભૂમિકા ભજવી શકે તે માટે તેઓને તાલીમબધ્ધ કરાયા હતા.
આ વેળાએ ડી.આર.ડી.એ.ના પ્રોજેકટ ઓફિસરશ્રી દિપકભાઈ ગાયકવાડે જણાવ્યું હતું કે, શિક્ષકને સાચો શિલ્પી માનવામાં આવે છે. નાના ભૂલકાઓ શિક્ષકોની વાત વધુ માન્ય કરતા હોય છે. જેથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અદાણી ફાઉન્ડેશનના સ્વચ્છાગ્રહ દ્વારા બાળકોને સ્વચ્છતા પાઠ શીખવીને આવનારા ભારતના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે શિક્ષકોને મહત્વની ભૂમિકા અદા કરવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વ્યકિતગત શૌચાલય, સામૂહિક શૈચાલય જેવી પ્રવૃત્તિઓની રૂપરેખા તેમણે આપી હતી. આ વેળાએ જુનાગામના સરપંચશ્રી ભગુભાઈ, યુનિસેફના કન્સલ્ટ નીતાબેન, અદાણીના એસોસિયેટ મેનેજરશ્રી ઘર્મેશભાઈ, નવચેતન શાળાના શ્રી આશુતોષભાઈએ સ્વચ્છતા સબંધિ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે અદાણીના શ્રી જીગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ૧૭ રાજયોની ચાર હજાર શાળાઓના ૮૦,૦૦૦ બાળકો સ્વચ્છાગ્રહ અભિયાનમાં જોડાયા છે. ગુજરાતની પણ એક હજારથી વધુ શાળાઓ તથા સુરત જિલ્લાની ૧૫૦ શાળાઓ સ્વચ્છાગ્રહ અભિયાનમાં જોડાય છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગવતું બનાવવા માટે ફાઉન્ડેશન દ્વારા શિક્ષકોને તાલીમબધ્ધ કરીને ભાવિપેઢી થકી સ્વચ્છતાના ગુણોનું નિર્માણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની વિગતો તેમણે આપી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





