જિણાનુ ભુત ફરી વખત ધુણી રહ્યુ છે

0
102

ભારતના ભાગલા એક દર્દનાક ઘટના હતી. વિભાજનના કારણે અનેક સમસ્યા બન્ને દેશોમાં સર્જાઇ હતી. વિભાજનના કારણે એક જટિલ સભ્યતાની વચ્ચેથી બે એવા એકમો ઉભા કરી દીધા જેના કારણે બે રાષ્ટ્રની રચનાની બાબત આગળ વધી હતી. તેના કારણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે પણ અસુરક્ષાની ભાવના વિકસિત થાય છે. ભારત અને પાકિસ્તાન અલગ થયાને ૭૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે પરંતુ કેટલીક સમસ્યા બંને દેશોને હજુ સતાવી રહી છે. વિભાજનના ઐતિહાસિક તથ્ય અને તેમની કાયદેસરતાને લઇને હજુ પણ ચર્ચા થાય છે. ભારતના અનેક લોકો ખાસ કરીને હિન્દુ રાષ્ટ્રવાદી વિભાજનને પરાજય તરીકે ગણે છે. સાથે સાથે તેનો બદલો લેવા માટે ઇચ્છુક હોય છે. તેઓ પાકિસ્તાનની કાયદેસરતાને હજુ સ્વીકાર કરતા નથી. જવાબમાં કાશ્મીરના હવાલાથી પાકિસ્તાન માને છે કે વિભાજનની પ્રક્રિયા હજુ પણ અધુરી છે. આવી જ રીતે જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિભાજન કરવામાં આવ્યુ તેના હેતુ પાર પાડવામાં આવ્યા નથી. એકબાજુ બિનસુરક્ષાની ભાવનાના કારણે પાકિસ્તાનમાં આત્મસંહારક સૈન્યકરણ અને કટ્ટરતાને જન્મ આપ્યા છે. બીજી બાજુ ભારતમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ બહુમતીવાદની Âસ્થતી મજબુત થઇ છે. જે લઘુમતિ લોકોને વધારે નીચે લાવવા માટે ઇચ્છુક છે. અલીગઢ મુÂસ્લમ યુનિવર્સિટીમાં જિણાને લઇને જારી વિવાદને આ સંબંધમાં સમજી લેવાના જરૂરછે. હકીકતમાં આ વિવાદ અલીગઢ મુÂસ્લમ યુનિવર્સિટીમાં જિણાના ફોટોને લઇને નથી. આનો હેતુ હિન્દુ રાષ્ટ્રવાદને લઇને ચાલનાર અનેક સંગઠનો દ્વારા સાંપ્રદાયિક તંગદીલી ઉભી કરવાનો છે. કેટલીક જગ્યાએ નમાજ અદા કરવાની જગ્યાને લઇને વિવાદ છે. કેટલીક જગ્યાએ મÂસ્જદમાં નમાજ અદા કરવાને લઇને વિવાદ છે. જુદા જુદા વિરોધાભાસી નિવેદન આવી રહ્યા છે. ગાય, નમાજ, ઐતિહાસિક સ્મારક, જિણાના ફોટો, આ તમામ બાબતો બહાનાની એક શ્રેણી છે. ભારતની ભલાઇ સાથે આને કોઇ લેવા દેવા નથી. માની લેવામાં આવે કે જિણા દેશના ભાગલા માટે જવાબદાર હતા. પરંતુ આ તથ્ય છે કે બે દેશો અÂસ્તત્વમાં આવ્યા હતા. દ્ધિરાષ્ટ્‌ સિદ્ધાંતોની ટિકા કરવામાં આવી શકે છે પરંતુ કેટલાક પાસાને ધ્યાનમાં લેવામાં આવે તો આ બાબત યોગ્ય છે. જા જિણા સામે આવે છે તો પોતાની રીતે અડવાણી અને જશવંત સિંહે બન્નેએ થોડાક સમય પહેલા નક્કર વાત કરી હતી. બન્ને નેતાઓએ કહ્યુ હતુ કે દક્ષિણ એશિયામાં જા શાંતિ સ્થાપિત કરવી છે તો પાકિસ્તાનની કાયદેસરતાને નકારી શકાય નહી. જેથી પહેલી જરૂરયાત એ છે કે બન્ને દેશો એકબીજાના અÂસ્તત્વને સ્વીકાર કરે. આસંદર્ભમાં જિણાને ખલનાયક તરીકે જાવાની બાબત યોગ્ય દેખાતી નથી. તેમને પાકિસ્તાનના સ્થાપક તરીકે જાવામાં આવે તો બાબત વધારે યોગ્ય છે. જિણાને ટાર્ગેટ બનાવવાની બાબત યોગ્ય નથી. કોઇ પાકિસ્તાની અથવા તો અન્ય કોઇ વ્યÂક્ત ગાંધી અથવા તો અન્ય કોઇને વિરોધ કરે કારણકે તેમને ભાગલાનો વિરોધ કર્યો હતો. આ તર્કને ધ્યાનમાં લઇને આગળ વધવાની બાબત યોગ્ય નથી. જિણાને સ્વીકાર કરવા આ દિશામાં અડવાણી અને જશવંતસિંહના નિવેદન હતા. જા કે તેમના પ્રયાસો બિનઅસરકારક સાબિત થયા હતા. જિણાનો ફોટો ક્યાં મુકાય તેને લઇને ચર્ચા થઇ શકે છે. પરંતુ કેટલાક લોકો જે જિણાના બહાને કઇક અન્ય કરવા માંગે છે તેમની યોજના તો હિંસાના મામલે આગળ વધવાનો રહ્યો છે. આવા લોકો ઇચ્છે છે કે દેશના જુદા જુદા ભાગોમાં ક્યારેય શાંતિ સ્થાપિત ન થાય. વિભાજન એક ભુલ હતી જા તેમ માનવામાં આવે છે તો વ્યÂક્તગત સ્વતંત્રતાની એવી Âસ્થતી ઉભી કરવી જાઇએ જેના કારણે ધાર્મિક ઓળખના કારણે કોઇને ટાર્ગેટ બનાવવામાં ન આવે. આની વિરુદ્ધમાં ભુલનો ઉપયોગ વિભાજનના તર્ક તરીકે રજૂ કરી શકાય નહી. જિણાના મામલે વિવાદને ગંભીરતા સાથે હાથ ધરવાની જરૂર છે. હાલમાં જિણાના ફોટાને દુર કરવાને લઇને ભારે હોબાળો થયેલો છે. આ મામલે કેમ્પસમાં પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે. ભાજપના સભ્યો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ હોબાળો થયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY