પુર સહિતની હોનારત શક્ય બની

0
74

કેરળમાં ભીષણ પુર અને ભેખડો ઘસી પડવાની ઘટનાના કારણે અભૂતપૂર્વ  સ્થિતી સર્જાઇ ગઇ છે. આના કારણે જેટલુ નુકસાન આ વર્ષે થયુ છે તેટલુ નુકસાન અગાઉ ક્યારેય પણ થયુ નથી. આવી સ્થતીમાં આ પ્રશ્ન પણ ઉઠે તે સ્વાભાવિક છે કે આખરે એવા કયા કારણ છે જેના કારણે કેરળમાં ભારે પુરની સ્થતી સર્જાઇ રહી છે. કુદરતના ખુબસુરત સ્થળને કેમ તબાહીનો સામનો કરવો પડ્યો છે તે પ્રશ્ન પણ થઇ રહ્યા છે. વિકાસના પરિબળોના મામલામાં સૌથી આગળ રહેનાર કેરળને લઇને હાલમાં દેશના લોકો ચિંતાતુર થયેલા છે. એમ જાવામાં આવે તો હાલના સમયમાં સમગ્ર દુનિયાના દેશો જ જળવાયુ પરિવર્તનના દોરમાંથી પસાર થઇ રહ્યા છે. આવી સ્થતીમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બન્નેની શક્યતા રહેલી છે. કેરળમાં આ જ બે કારણોસર રેકોર્ડ વરસાદ થયો છે. જા અમે જરૂરી સાવધાની રાખીશુ નહી તો અનેક નવા ખતરા પણ આગામી સમયમાં ઉભરી આવશે. જે કેટલીક બાબતો તરફ ધ્યાન આપવાની જરૂર છે તે પૈકી એક વન્ય વિસ્તારની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાના એક અભ્યાસમાં દાવો કરવામા ંઆવ્યો છે કે એકલા કેરળમાં છેલ્લા ૪૫ વર્ષના ગાળામાં જ નવ લાખ હેક્ટર વન્ય વિસ્તારોનો સફાયો થયો છે.

પર્યાવરણ નિયમોની અવગણના કરીને હાલના સમયમાં જે ખાણ પ્રવૃતિ દેશમાં હાલ ધરવામાં આવી છે તેના કારણે ભારે નુકસાન થઇ રહ્યુ છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પર્યાવરણના ધારાધોરણ સાથે જારદાર રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે. ખાણ પ્રવૃતિ અનેક સ્થળ પર ચાલી રહી છે. આ પ્રકારની ખાણ પ્રવૃતિ પણ પુરની સ્થતીને વધારી દેનાર રહી છે. કેરળમાં વધારે ખાણ પ્રવૃતિના મામલામાં વધારો થયો છે. ત્યાં ગંભીર પર્યાવરણની સમસ્યા તરફ પર્યાવરણ સાથે સંબંધિત લોકો દ્વારા પહેલા પણ ધ્યાન આપવામાં આવ્યુ છે. ખાસ કરીને પશ્ચિમ ઘાટ ક્ષેત્રના પર્યાવરણની સુરક્ષા કરવા માટે તૈયાર કરવામાં આવેલા ગાડગિલ રિપોર્ટમાં આ પ્રકારની અનેક સમસ્યા તરફ ધ્યાન દોરવામાં આવ્યુ છે. જા પુરનુ પાણી જુદા જુદા પરંપરાગત જળ †ોત, દળદળ ક્ષેત્રોમાં પહોચે છે તો તેના કારમે પુરના કારણે થનાર નુકસાનનો ખતરો ઘટી જાય છે. કેરળમાં નદીઓના કિનારે હાલના સમયમાં અનેક જમીન પર ગેરકાયદે અતિક્રમણ ઉબા કરી લેવામાં આવ્યા છે. જેના કારણે પાણી વસ્તી ક્ષેત્રમાં પહોંચી રહ્યુ છે.

પુર નિયંત્રણના મામલે સામાન્ય રીતે વીજળી ઉત્પાદનમાં વધારે ધ્યાન આપવામાં આવે છે. આ કારણ છે કે સામાન્ય રીતે મોનસુનની સિઝનમાં પ્રારંભિક દોરમાં જ વધારે વરસાદ થવાની સ્થતીમાં બંધને ભરી દેવામાં આવે છે. જ્યારે બાકી માનસુનના દિવસો માટે તેને ખાલી રાખવામાં આવે તે જરૂરી છે. આવી સ્થતીમાં મોનસુનના આગાહી તબક્કામાં જા વધારે વરસાદ થઇ જાય તો ઉતાવળમાં વધારે બંધમાંથી છોડવાની ફરજ પડે છે. તે સ્થતીની ગંભીરતા વધારે રહે છે. આવી સ્થતીમાં ચેતવણી પણ જારી કરવામાં આવતી નથી. દરિયાઇ અને પહાડી ક્ષેત્ર વધારે હોવાના કારણે કેરળને જળવાયુમાં ફેરફારનો સૌથી વધારે સામનો કરવો પડે છે. આવી સ્થતીમાં જળવાયુ પરિવર્તનના દોરમાં ભેખડો ધસી પડવા અને પુરના ખતરાને રોકવા માટે ખાસ રીતે સાવધાની રાખવાની જરૂર હોય છે.

કેરળમાં હાલમાં વિનાશક પુરની સ્થતી રહેલી છે.કેરળમાં વિનાશકારી પુરનુ ચિત્ર ખુબ ચિંતાજનક છે. એકબાજુ ૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં પુરમાં મોતનો આંકડો ૨૩૧ સુધી પહોંચી ગયો છે.બીજી બાજુ મે મહિના બાદથી વરસાદ અને પુરમાં મોતનો આંકડો વધીને ૪૦૬ ઉપર પહોંચી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયન દ્વારા ૨૬૦૦ કરોડની સહાયની માંગ કરવામાં આવી છે.

વરસાદમાં બ્રેક મુકાતા હવે રાહત કામગીરી તીવ્ર બની ગઈ છે. હજુ સુધી ૪૩૦૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે સોમવારના દિવસે ૬૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. ૩૮૭૯ રાહત કેમ્પોમાં ૩.૯૧ લાખ પરિવાર સાથે જાડાયેલા ૧૪.૫૦ લાકો રોકાયેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેટ કન્ટ્રોલ રુમના જણાવ્યા મુજબ ૮મી ઓગસ્ટ બાદથી ૨૩૧ લોકોના મોતની સાથે ૩૨ લોકો હજુ પણ લાપત્તા દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે માંગવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનો આંકડો ૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. સંયુક્ત અરબ અમીરાતે હવે કેરળના પુનઃ નિર્માણમાં ૭૦૦ કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. જુદા જુદા રાજ્યો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ૪૦ હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY