જીટીયુમાં હવે ૩૨ માર્ક્સે પાસ નહીં થવાય

0
75

અમદાવાદ,તા.૧
જીટીયુમાં પાસિંગ માર્ક વધારવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એક તરફ કોલેજાનો રાફડો ફાટ્યો છે જેને લઈને મોટા ભાગની કોલેજમાં ૫૦ ટકાથી વધુ સીટો ખાલી રહેતી હોય છે ત્યારે હવે એકેડેમિક કાઉન્સિલ દ્વારા પાસિંગ માર્ક વધારવા માટેનો નિર્ણય લેવામા આવ્યો છે.
જીટીયુમાં હાલમાં ૩૨ માર્કે પાસ કરવામાં આવે છે ત્યારે કાઉન્સિલ દ્વારા ૪૦ માર્કે પાસ કરવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. જીટીયુની બીઓજીમાં આ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે અને ૨૦૧૯થી શરૂ થતા સત્રથી આનો અમલ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજામાં વહીવટી સ્ટાફની અછત, સુવિધાના અભાવે મોટા ભાગના વિદ્યાર્થીઓ ૩૨ માર્ક પણ મહામહેનતે મેળવી શકતા હોય ત્યારે ૪૦ માર્ક કેવી રીતે લાવી શકશે. ત્યારે આ મામલે કુલપતિએ કોઇપણ સારી યુનિવર્સિટીમાં ૪૦ માર્કે પાસિગ હોય તે જરૂરી હોવાનુ કબુલ્યુ હતુ. અને આનાથી વિદ્યાર્થીઓ વધુ મહેનત માટે પ્રેરાશે તેમ જણાવ્યુ હતુ.
રાજ્યમાં સરકારી, ખાનગી મળીને ૭૦ જેટલી યુનિવર્સિટીઓ છે. તેમાંથી કઈ યુનિવર્સિટીના કુલપતિને વિદેશ પ્રવાસે મોકલવા તે વિશે ચર્ચા થઈ ત્યારે ઘણા નામો ચર્ચાયા હતા. ભાવનગર યુનિ.માં કુલપતિની મુદત પૂરી થઈ ગઈ છે. નવેસરથી કુલપતિ નીમવા પ્રક્રિયા થશે. સૌરાષ્ટÙ યુનિવર્સિટીમાં લાંબા સમયથી કુલપતિના નામની પસંદગી મુદ્દે ડખો ચાલે છે. ત્યાં પણ ઇન્ચાર્જ કુલપતિ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY