બે ચેઈન સ્નેચર્સ બાઈક પરથી પટકાયા,લોકોએ માર મારી બેહોશ કર્યા

0
3

અમદાવાદ,તા.૨૯
શહેરમાં દિવસે દિવસે ચોરી, લૂંટફાટની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ અને રસ્તે ચાલતા જતા લોકોના હાથમાંથી મોબાઇલ ફોન લૂંટવાની ઘટનામાં છેલ્લા પાંચ દિવસમાં વધારો થયો છે.
સાબરમતીના રામનગરમાં બેસણામાં આવેલ વૃદ્ધાના ગળામાંથી બાઇક પર આવેલા કોઇ અજાણ્યા ઇસમોએ સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. દોરો લૂંટી ફરાર થનાર બાઇકચાલક ભાગવા જતાં બાઇક પરથી પટકાયા હતા. આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ જતાં બંને લૂંટારુઓને ટોળાએ ઝડપી ઢોર માર માર્યો હતો.
ટોળાએ બંનેને એટલી હદે માર માર્યો હતો કે તેઓ બેભાન થઇ ગયા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાબરમતી પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત કાલુપુર વિસ્તારમાં પણ મોડી રાત્રે યુવક પર છરીથી હુમલો કરી મોબાઇલ ફોનની લૂંટ કરવા જતાં બે લૂંટારુઓને ઝડપી લઇ કાલુપુર પોલીસના હવાલે કર્યા હતા.
મળતી માહિતી મુજબ શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રેમ સોસાયટીમાં બેબીબહેન શાહ (ઉં.વ. ૬૬) પરિવાર સાથે રહે છે. ગઇ કાલે સવારે ૧૦ વાગ્યાની આસપાસ બેબીબહેન તેના પુત્ર સાથે એક્ટિવા પર સાબરમતીના રામનગરમાં આવેલા આયંબિલ ભવનમાં તેમના વેવાઇના બેસણામાં ગયા હતા.
આયંબિલ ભવન પાસે એક્ટિવા પાર્ક કરી ઊભા હતા તે દરમ્યાન બાઇક પર બે અજાણ્યા માણસો આવ્યા હતા. બેબીબહેનની નજીક આવી બાઇક પર બેઠેલ એક શખ્સ ગળામાં રહેલું સોનાનું મંગળસૂત્ર લૂંટી બાઇક પર ફરાર થઇ ગયો હતો.
બૂમાબૂમ કરતાં બેબીબહેનનો પુત્ર તેમને પકડવા પાછળ દોડ્યો હતો. થોડે દૂર જતાં લૂંટારુઓ ટ્રેકટર અને ગાડી વચ્ચેથી બાઇક કાઢવા જતાં ગાડી સાથે અથડાયા હતા. બંને નીચે પટકાતાં લોકોનું ટોળું એકત્ર થઇ જતાં ટોળાએ લૂંટ કરનાર બંને ઇસમોને ઢોર માર માર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY